તમારી સાથે તો નથી થયો'ને કાંડ! અમદાવાદમાં ફરી એક કા ડબલમાં ઘણા રોયા, કરોડોની છેતરપિંડી

મહત્વનું છે કે ઊંચું વ્યાજ દર આપવાની લાલચે લોકો પાસેથી રોકાણ કરાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે ફરિયાદ મળતા કંપનીના એમડીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ આ ગુનાના ફરાર અન્ય ત્રણ આરોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.

તમારી સાથે તો નથી થયો'ને કાંડ! અમદાવાદમાં ફરી એક કા ડબલમાં ઘણા રોયા, કરોડોની છેતરપિંડી

ઉદય રંજન/અમદાવાદ: પોન્જી સ્કીમ બનાવી લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઊંચું વ્યાજ દર આપવાની લાલચે લોકો પાસેથી રોકાણ કરાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે ફરિયાદ મળતા કંપનીના એમડીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ આ ગુનાના ફરાર અન્ય ત્રણ આરોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અંદાજિત 100 લોકો સાથે એક કરોડ ત્રણ લાખથી વધુની છેતરપિંડી
એલીગ્લોબલ મ્યુચ્યુઅલ બેનિફિટ નિધિ લિમિટેડ નામની કંપની શરૂ કરી રોકાણ પર ઊંચું વ્યાજ દર આપવાની લાલચ આપી લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર શિશિર દરોલીયાની રાજસ્થાનના ઉદયપુર પાસેથી પોલીસે ધરપકડ કરી છે. શિશિરે પોતાના અન્ય સાગરીતો સાથે મળી નવરંગપુરાના રાજકમલ પ્લાઝામાં વર્ષ 2015માં ઓફિસ શરૂ કરી હતી અને 2020 સુધીમાં લોકોને રોકાણ કરાવી કરાર થઈ ગયો હતો. આર્થિક ગુના નિવારણ શાખા એ નોંધેલી ફરિયાદ મુજબ અંદાજિત 100 લોકો સાથે એક કરોડ ત્રણ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. એટલે કે તેમની મૂડીનું રોકાણ કરાવી વળતર કે મૂડી પરત ન આપી તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જે ગુનામાં અને તેના સાગરી તો ફરાર હોવાથી તેની શોધખોળ કરી ધરપકડ કરવામાં આવી છે.

અલગ અલગ પ્લાન બતાવી લોકો પાસે વધુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી
ટેલી ગ્લોબલ મ્યુચ્યુઅલ બેનિફિટ કંપની દ્વારા શરૂઆતમાં રોકાણકારોને સારું વ્યાજ દર આપવામાં આવ્યું હતું જે બાદ ફિક્સ ડિપોઝિટ, રિકરીંગ પ્લાન, ગુલક પ્લાન, મનીબેક પ્લાન, મંથલી ઇન્કમ જેવા અલગ અલગ પ્લાન બતાવી લોકો પાસે વધુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં શીશીરની સાથે સંજય ભટ્ટાચાર્ય, ઉમેશ પંજાબી અને ચાર્મી મોદી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. જોકે તે તમામ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

પોન્જી સ્કીમ કે પછી એક કા ડબલના નામે લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા
મહત્વનું છે કે લોકો સાથે કરોડોની છેતરપિંડી કર્યા બાદ આરોપી પોતાનુ ઘર બંધ કરી નાસતો ફરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાની સાસરીમાં છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય આરોપીના શોધખોળ શરૂ કરી છે. પોન્જી સ્કીમ કે પછી એક કા ડબલના નામે લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. તેમ છતાં હજી પણ લોકો આવી સ્કિમમાં રોકાણ કરી પોતાના પરસેવાની મુડી ગુમાવી રહ્યા છે. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપેલા આરોપી ની પુછપરછમાં શું નવા ખુલાસા થાય છે અને છેતરપીંડી નો આંક ક્યાં સુધી પહોંચે છે તે જોવુ મહત્વનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news