આશાબેનને જીતુભાઇએ પહેરાવ્યો ખેસ, કહ્યું- 2019માં કોંગ્રેસ ફરી સત્તામાંથી બહાર રહેશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આશાબેન પટેલને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. અહીં નોંધનિય છે કે, ઊંઝા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે.
Trending Photos
મહેસાણા: ગુજરાત કોંગ્રેસમાં આંતરિખ વિખવાદમાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટીના તમામ પદ તેમજ ઊંઝા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારે તેમનું ભાજપમાં જોડાવવાની અટકળોએ જોર પકડ્યું હતું. તો આજે ઊંઝાથી આશાબેન પટેલ ભાજપમાં જોડાવવા માટે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં આવી પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
ભાજપનું પાટણની કે.સી.પટેલ વિદ્યા સંકૂલમાં કલસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટર અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના મહાનુભવો હાજર રહ્યાં હતા. સંમેલનમાં મનહરલાલ ખટ્ટરનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર બાદ આશાબહેન પટેલે હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટરની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભગવો ખેસ પહેરાવ્યો હતો. તે સાથે જ ઊંઝા ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે આશાબહેન પટેલને ખેસ પહેરાવ્યો હતો.
આશાબહેન ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તે પહેલા મનહરલાલ ખટ્ટર, જિતુ વાઘાણી અને આશાબહેન પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. આશાબહેન પટેલ સાથે ઊંઝા નગરપાલિકાના 15 કાઉન્સિલર પણ ભાજપમાં જોડાયા છે. ગુરૂવારે ઊંઝાના બાલાજી રિસોર્ટમાં આશાબેન પટેલના રાજકીય ભવિષ્યનો ફેંસલો કરવા માટે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો ભેગા થયા હતા. આટા કડવા પાટીદાર યુવા સંગઠન સહિતના અનેક કાર્યકર્તાઓ સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટર દ્વારા સભા સ્થળ પર કાર્યકર્તાનું સંબોધન કર્યું હતું.
હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટરે સંભા સંબોધતા કહ્યું કે, 2014ની ચૂંટણીમાં વર્ષો પછી શુદ્ધ રૂપે બહુમતથી સરકાર બનાવી હતી. હું તમારી વચ્ચે હરિયાણાથી તમને મળવા આવ્યો છું. હું તમને ભાજપની 26 બેઠક જીતાડવા અપીલ કરવા આવ્યો છું. દેશના હાલાત તે દરમિયાન જનતા કોંગ્રેસની સરકારના મારથી ત્રસ્ત થઇ ગઇ હતી પણ એમે અમારી નીતિના આધારે 1951થી સ્વચ્છ પ્રશાસન મળે તેવા પ્રયત્ન કરી રહ્યા હતાં. અમે એક દિશામાં ચાલવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસના રાજમાં આપણો દેશ નીચે જોવા મળતો હતો પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. દુનિયાના અનેક દેશોથી આપણે આગળ નીકળી ગયા છીએ.
પીએમ મોદીએ અનેક યોજનાઓ શરૂ કહી છે. ખેડૂતોને ભાવ વધારે આપ્યા અને તેમને બીજ આપ્યા. મુદ્રા યોજનાથી લોન આપવામાં આવી. અમે ગુજરાતની જેમ હરિયાણાના ગામડાઓમાં પણ 24 કલાક વિજળી આપી છે. જીએસટી, નોટબંધીથી નાના વેપારીઓ નારાજ હતા પરંતુ એક વિઝન સાથે નિર્ણય લીધો હતો અને સૂચનો પ્રમાણે પણ કામ કર્યું અને બદલાવો કર્યા છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી પણ ફાયદો થયો છે. ઘૂસખોરી સમાપ્ત કરી. વ્યવસ્થા પરિવર્તન માટે કામ કર્યું છે. હરિયાણામાં અમે 10 હજાર લોકોની સરકારમાં એવી ભરતી કરી જેના પરિવારમાં એક પણ નોકરી ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે