ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં ભચાઉ બંધનું એલાન

ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં જૈન સમાજે ભચાઉ બંધનું એલાન આપ્યું છે.

Updated By: Oct 8, 2018, 10:38 AM IST
ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં ભચાઉ બંધનું એલાન

ગાંધીધામ: ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં જૈન સમાજે ભચાઉ બંધનું એલાન આપ્યું છે. સ્થાનિક જૈન સમાજે ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત પણ કરી છે. ભચાઉમાં જૈન સાધ્વી પર હુમલો થયો હતો. બાઈક સવાર ત્રણ શખ્સોએ જૈન સાધ્વી પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જૈન સાધ્વી જ્યારે વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં સાધ્વીજીને સામાન્ય ઈજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. સાધ્વી પર થયેલા હુમલાને લઈ જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી હતી.

Sadhvi-2

બાઇક સવાર ત્રણ શખ્સોએ કર્યો હુમલો 
જૈન સાધ્વી વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બે સાધ્વી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવીને આ શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. અચાનક આવો હુમલો થતાં સાધ્વી ડઘાઈ ગયા હતા. જોકે, આ હુમલામાં સાધ્વીજીને સામાન્ય ઈજાઓ થઈ હતી.