bhachau

ભચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવાનોના કરૂણ મોત

કચ્છમાં ભચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોનાં કરૂણ મોત નિપજ્યા હતા

Oct 27, 2019, 06:41 PM IST
Plastics Factory Fire In Kutch PT4M15S

કચ્છની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પાસે નંદગામ નજીક આવેલી ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબુ મેળવા માટે ઘટના સ્થળ પર 10થી વધુ ફાયર ફાઇટર પહોંચી ગઇ હતી. આ ભયંકર આગ કયા કારણોસર લાગી છે તેની હજી જાણ નથી થઇ. આ દુર્ઘટનામાં અંદર કોઇ ફસાયાનાં સમાચાર સામે આવ્યાં નથી.

Oct 15, 2019, 09:30 AM IST

દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો

ગુજરાત (Gujarat) માં હાલ દારૂબંધી (Liquor Ban) છે કે નહિ તે પ્રશ્ન હવે નેશનલ મુદ્દો બની ગયો છે. દારૂબંધી મુદ્દે રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત વચ્ચે વાકયુદ્ધ ખેલાયું હતું. જેમાં રાજસ્થાન સરકારે ગુજરાતમાં દારૂ મળે છે તેવી વાત કરી હતી. ત્યારે હવે રાજ્ય (Gujarat Police) ની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે. આ વચ્ચે જ ગુજરાતમાં બે સ્થળોથી મોટી સંખ્યામાં દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં 2 લાખનો દારૂ, તો ગાંધીધામના ભચાઉમાંથી 5.76 લાખનો દારૂ પકડાયો છે.

Oct 10, 2019, 10:32 AM IST

ભચાઉમાં 11 મિનિટના ગાળામાં એક જ કેન્દ્રબિંદુમાં 2.8ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા

બપોરના સમયે અચાનક ધરા ધ્રુજી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો
 

Jun 27, 2019, 09:25 PM IST

ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...

લોકોએ અશ્રુ સાથે પરિવારજનોને વિદાય આપી હતી. આ સમયે સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. એકસાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. 

Dec 31, 2018, 10:24 AM IST

કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડો જાણીને નહિ થાય વિશ્વાસ

 ભચાઉ માટે રવિવાર રક્તરંજિત સાબિત થયો હતો. ત્રિપલ અકસ્માતમાં 10 જણાનો ભોગ લેવાયો હતો. માત્ર રવિવાર જ નહિ, કચ્છ માટે સમગ્ર 2018નું વર્ષ અકસ્માતનું ગ્રહણની જેમ બની રહ્યું હતું. આ વર્ષમાં કચ્છ જિલ્લામાં અનેક એક્સિડન્ટ થયા છે, જેમાં મૃત્યુઆંક 71નો છે. કચ્છ જિલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે, તેમ હવે અકસ્માતનું ગ્રહણ પણ લાગી ગયું છે. 2018ના સમગ્ર વર્ષ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી છે. ત્યારે કરીએ આ અકસ્માતો પર એક નજર... 

Dec 31, 2018, 08:44 AM IST
 10 people died in a triple Accident near Bhachau PT1M42S

ભચાઉ નજીક ત્રિપલ અકસ્માતમાં 10 લોકોના મોત

10 people died in a triple Accident near Bhachau

Dec 30, 2018, 11:25 PM IST

ભચાઉ નજીક ટ્રિપલ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

ભચાઉ નજીક ત્રીપલ અકસ્માત થતા આશરે 10 લોકોના મોતની આશંકા છે. ટ્રેલર, ડંપર અને ઇનોવા કારનો અકસ્માત થયો હતો. જેમાં આશરે 10 લોકોના મોત થયા અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત થતા ઇનોવામાં બેઠેલા તમામ લોકોના મોત થયા છે. ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

Dec 30, 2018, 10:55 PM IST

ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં ભચાઉ બંધનું એલાન

ભચાઉમાં જૈન સાધ્વી પર થયેલા હુમલાના વિરોધમાં જૈન સમાજે ભચાઉ બંધનું એલાન આપ્યું છે.

Oct 8, 2018, 10:38 AM IST

ભચાઉમાં જૈન સાધ્વી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ચકચાર

જૈન સાધ્વી જ્યારે વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા 

Oct 7, 2018, 07:54 PM IST

ભચાઉમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપ: લોકો રસ્તા પર દોડી આવ્યાં

કચ્છ ફોલ્ટલાઇન સક્રિય થઇ હોવાનાં કારણે કચ્છી માંડુઓનાં જીવ અધ્ધરતાલ જ રહે છે, અફવાઓથી દુર રહેવા તંત્રની સલાહ

Mar 22, 2018, 05:29 PM IST