ગાંધીધામ News

શેરી મહોલ્લાની ખબર: જાણો ગાંધીધામના ગળપાદરના રહીશોની સમસ્યા
ગાંધીધામની ભાગોળે આવેલા ગળપાદર ગામ નજીક અનેક સોસાયટી બની છે પરંતુ માળખાગત સુવિધાઓની સમસ્યાઓથી અહીં વસતા લોકો પીડાઈ રહ્યા છે નેશનલ હાઇવે પરનું ગામ એટલે ગળપાદર આ ગામની આજુબાજુના ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં શ્રમજીવીઓ અને કર્મચારીઓ માટેની અહી મોટી વસાહત છે અને અનેક સોસાયટીમાં હજારો લોકો વસવાટ કરે છે જે પૈકી વર્ધમાનનગર અને સહારાનગરમા પણ મોટી સંખ્યામાં લોકો રહેશે આ વિસ્તારમાં પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ સાથે અહીંયા સફાઇની કામગીરી કરવામાં આવતી નથી ડ્રેનેજ સમસ્યાને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત છે અને માર્ગોના પણ કામો કરવામાં આવતા નથી જેથી લોકોને યાતના ભોગવવી પડતી હોવાનું આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું.
Oct 19,2019, 16:35 PM IST
ઇટ્સ માય સ્કુલ: જુઓ આદિપુરમાં આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલયની ખાસિયતો
કચ્છની શૈક્ષણિક નગરી એટલે આદિપુરમાં આવેલ ગુજરાત એજયુકેશન સોસાયટી સંચાલિત આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલય એટલે અનોખી શૈક્ષણિક સંસ્થાન આ શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ ૯ થી ૧૨ નું ઉચ્ચતમ શિક્ષણ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે 1954માં શરૂ થયેલ આ સંસ્થા હાલમાં શહેરમાં એક આગવું સ્થાન ધરાવે છે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં તબીબ, ઇજનેર અને રાજકારણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે જે શાળાની કાર્ય ક્ષમતા અને અભ્યાસ કરાવવાની પધ્ધતિ શ્રેષ્ઠ હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યુ છે આ શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃતિઓ એટલે કે રમત ગમત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન વિજ્ઞાન ઉપરાંત જનરલ નોલેજ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
Oct 16,2019, 19:10 PM IST
દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો
Oct 10,2019, 10:32 AM IST

Trending news