લેખિકા સોનલ વેદના કાર્યક્રમમાં રજૂ કરાઇ રસપ્રદ આયુર્વેદિક રેસીપીઝ

  આયુર્વેદનો અર્થ કશુંક તબીબી અથવા સારવાર વિષયક થાય છે, પરંતુ તે માનવોના 'દોષ'  દૂર કરવામાં ઘણી સારી કામગીરી બજાવી શકે છે. પ્રસિધ્ધ લેખિકા સોનલ વેદ દ્વારા  અમદાવાદમાં એક કાર્યક્રમમાં રસપ્રદ આયુર્વેદિક રેસીપીઝ રજૂ કરવામાં આવી હતી.  સોનલ વેદ અમદાવાદમાં ફલોના નવા નિમણુંક પામેલા ચેર પર્સન શોભા ભંડારી દ્વારા ફિક્કીના નેજા હેઠળ આયોજીત કાર્યક્રમના ભાગ રૂપે અમદાવાદમાં હતા. 
લેખિકા સોનલ વેદના કાર્યક્રમમાં રજૂ કરાઇ રસપ્રદ આયુર્વેદિક રેસીપીઝ

અમદાવાદ:  આયુર્વેદનો અર્થ કશુંક તબીબી અથવા સારવાર વિષયક થાય છે, પરંતુ તે માનવોના 'દોષ'  દૂર કરવામાં ઘણી સારી કામગીરી બજાવી શકે છે. પ્રસિધ્ધ લેખિકા સોનલ વેદ દ્વારા  અમદાવાદમાં એક કાર્યક્રમમાં રસપ્રદ આયુર્વેદિક રેસીપીઝ રજૂ કરવામાં આવી હતી.  સોનલ વેદ અમદાવાદમાં ફલોના નવા નિમણુંક પામેલા ચેર પર્સન શોભા ભંડારી દ્વારા ફિક્કીના નેજા હેઠળ આયોજીત કાર્યક્રમના ભાગ રૂપે અમદાવાદમાં હતા. 

'મીટ સોનલ વેદ' કાર્યક્રમ દરમ્યાન તેમણે રેસિપીઝ, ટીપ્સ અને આયુર્વેદ અંગે કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે વ્યક્તિઓના વિવિધ પ્રકારના બોડી સ્ટ્રકચર, બાંધાને  આધારે  દોષ નિવારણ માટે યોગ્ય આહાર લેવાના સૂચનો કર્યાં હતા. 

વનસ્પતિ મસાલા અને મોસમી પેદાશોના સમન્વય વડે  વાત, પિત્ત અને કફ વચ્ચે કેવી રીતે સમતુલા જાળવી રાખી શકાય તે અંગે વાત કરી હતી. આ કાર્યક્રમ શહેરની એક હોટલમાં યોજાયો હતો. દર્શકો સાથેની વાતચીત દરમ્યાન સોનલ વેદ દ્વારા ત્રણ મુખ્ય દોષ વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ અંગે ચર્ચા કરી હતી. 
   
સોનલ વેદ  ‘ગુજ્જુ ગોઝ ગોર્મેટ’ પુસ્તકનાં લેખિકા છે. તેમના આ પુસ્તકને વાચકોએ 5 માંથી 4.6 સ્ટારનું રેટીંગ આપ્યું છે. હાલમાં તે ટીફિન નામના બીજા પુસ્તક ઉપર કામ કરી રહ્યા છે, જે વર્ષના અંત સુધીમાં પ્રકાશિત થશે. જ્યારે તે આહાર અંગે લખતા નથી હોતા ત્યારે વિવિધ રેસીપીઝ અંગે પ્રયોગો કરે છે.

ચેર પર્સન શૂભા ભંડારીએ કહ્યું કે 'મીટ સોનલ વેદ' કાર્યક્રમ યોજતાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ, ચર્ચા ઉપરાંત આયુર્વેદના આહારના પાસાના જ્ઞાનનો આપણને લાભ મળ્યો છે. ફિક્કી ફલો આ પ્રકારની વિવિધ ચર્ચા બેઠકો યોજવા આશાવાદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news