સાહિત્ય અકાદમી યુવા ગૌરવ એવોર્ડ, નવ સર્જકોનું સન્માન : જાણો કોને કોને મળ્યો અકાદમી પુરસ્કાર

‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં કુલ નવ સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 28 જૂને સાંજે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રાગંણમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીચે મુજબના સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 

સાહિત્ય અકાદમી યુવા ગૌરવ એવોર્ડ, નવ સર્જકોનું સન્માન : જાણો કોને કોને મળ્યો અકાદમી પુરસ્કાર

Gujarat sahitya academy : ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં કુલ નવ સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 28 જૂને સાંજે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રાગંણમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીચે મુજબના સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 

1.    મોહન પરમાર (2021) ગુજરાતી ભાષા માટે 
2.    હરીશ મીનાશ્રુ (2022) ગુજરાતી ભાષા માટે
3.    મફતલાલ પટેલ (2021) હિન્દી ભાષા માટે
4.    પબુ ગઢવી (2021) કચ્છી સાહિત્ય માટે
5.    મદનકુમાર અંજારિયા (2022) કચ્છી સાહિત્ય માટે
6.    રામ મોરી (2021) ગુજરાતી માટે યુવા ગૌરવ
7.    લલિત ખંભાયતા (2022) ગુજરાતી યુવા ગૌરવ
8.    દિવ્યા મહેશ્વરી (2021) કચ્છી માટે યુવા ગૌરવ
9.    નયના ચારણીયા (2022) કચ્છી માટે યુવા ગૌરવ

સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત કાવ્ય સંગીત અને ગૌરવ પુરસ્કાર વિતરણની શરુઆત અનોખી રીતે સંસ્કૃતમાં કરવામાં આવી હતી. સાહિત્ય અકાદમીના પ્રમુખ અને સંસ્કૃત વિદ્વાન ભાગ્યેશ ઝાએ મુખ્યમંત્રી સહિતના મહેમાનોને સંસ્કૃત ભાષામાં આવકારીને સૌને અચંબિત કર્યા હતા. કાર્યક્રમની શરુઆત પણ દીપ પ્રાગટ્યને બદલે પ્રતિકાત્મક યજ્ઞ કરીને કરવામાં આવી હતી. સૌ મહાનુભાવોએ યજ્ઞમાં સમિધ હોમીને કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. 

No description available.

સાહિત્ય અકાદમી એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સ્વતંત્ર સાહિત્ય સંસ્થા છે. જે ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, કચ્છી વગેરે ભાષાનું જતન-સંવર્ધન કરે છે. અકાદમી દર વર્ષે વરિષ્ઠ સાહિત્યકારને ગૌરવ અને યુવા સાહિત્યકારને યુવા ગૌરવ પુરસ્કાર આપે છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિજેતાઓને અકાદમીની ટ્રોફી, પ્રશસ્તીપત્ર, શાલ અને 50,000નો ચેક આપીને સન્માન કર્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, સાહિત્ય જીવનમાં ચેતના અને ઉર્જા ભરે છે, તેનું યોગ્ય રીતે જતન-સંવર્ધન થાય એ પણ જરુરી છે. આ કામગીરીમાં સાહિત્ય અકાદમીને જે મદદ જોઈએ એ આપવા સરકાર તૈયાર છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. 
સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, કવિ તુષાર શુક્લ, કૃષ્ણ દવે, બળવંત જાની, રમેશ ઠક્કર, શ્યામલ-સૌમીલ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતી જે.એમ.વ્યાસ, કવિ હરદ્વાર ગોસ્વામી, મોહનલાલ પટેલ.. સહિતના ગણાન્ય સાહિત્યકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમર ભટ્ટ અને ગાર્ગી વોરા દ્વારા કાવ્ય-સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. 

No description available.

કોઈ પણ જિલ્લાની માહિતી મેળવવી હોય તો ગેજેટિયરનો આધાર લેવો પડે. ગેજેટિયર તૈયાર કરવાનું કામ આગળ ચાલી રહ્યું છે અને દાહોદ જિલ્લા સર્વસંગ્રહ તૈયાર થઈ ગયો છે. સ્ટેજ પરથી તેનું પણ વિમોચન કરવામાં આવ્યુ હતું. અકાદમી દ્વારા કોલેજોને પુસ્તકો ખરીદવા માટે સહાય પણ અપાય છે, જેનું વિતરણ થયું હતું. 

કાર્યક્રમની શરુઆતમાં અકાદમીની ભૂમિકા સ્પષ્ટ કરતા યુવા મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે કહ્યુ હતું કે ગુજરાતીઓને ગુણવત્તાસભર વાંચન સાહિત્ય આપવુ એ જ અકાદમીનો મંત્ર રહ્યો છે. સ્ટાફ ઓછો છે છતાં પણ અકાદમીનો સાહિત્ય રથ અવિરત ચાલ્યા કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news