તંત્ર મંત્ર: આ 3 વિદ્યા છે સૌથી ખતરનાક, શરુ કર્યાની સાથે જ આત્મા કરવા લાગે છે વ્યક્તિ સાથે વાત

Tantra Mantra: લોકો મૃત્યુ પછીના જીવન અને ઘટનાક્રમ વિશે જાણવા ઉત્સુક હોય છે. મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે તેના વિશે આજ સુધી કોઈ સચોટ જાણકારી સામે આવી નથી. પરંતુ તંત્ર શાસ્ત્રમાં આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આત્માનો સંપર્ક કેવી રીતે કરવો તેના વિશે જણાવાયું છે. તંત્ર શાસ્ત્રમાં એવી 3 વિધિ વિશે પણ જણાવાયું છે જેને કરીને લોકો મૃત વ્યક્તિની આત્મા સાથે સંપર્ક કરી શકે છે. 

તંત્ર મંત્ર: આ 3 વિદ્યા છે સૌથી ખતરનાક, શરુ કર્યાની સાથે જ આત્મા કરવા લાગે છે વ્યક્તિ સાથે વાત

Tantra Mantra: લોકો મૃત્યુ પછીના જીવન અને ઘટનાક્રમ વિશે જાણવા ઉત્સુક હોય છે. મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે તેના વિશે આજ સુધી કોઈ સચોટ જાણકારી સામે આવી નથી. પરંતુ મૃત્યુ પછીના જીવન અને ત્યારપછી આત્માનું શું થાય છે, આત્મા કેમ ભટકે છે, આત્મા હોય છે કે નહીં તે પ્રશ્નો હંમેશા ચર્ચાનો અને લોકોના રસનો વિષય રહ્યા છે. તંત્ર શાસ્ત્રમાં આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આત્માનો સંપર્ક કેવી રીતે કરવો તેના વિશે જણાવાયું છે. તંત્ર શાસ્ત્રમાં એવી 3 વિધિ વિશે પણ જણાવાયું છે જેને કરીને લોકો મૃત વ્યક્તિની આત્મા સાથે સંપર્ક કરી શકે છે. 

આત્મા સાથે સંપર્ક કરાવતી 3 વિધિ

આ પણ વાંચો:

પ્લેનચિટ 

આ વિધિમાં એક કોરા કાગળ પર એ થી ઝેડ અને 0 થી 9 લખવામાં આવે છે. તેને ગોળાકારમાં લખવામાં આવે છે. જે વ્યક્તિને આત્મા સાથે સંપર્ક કરવો હોય તે એક નાનકડી વાટકીને ઊંધી રાખી તેના પર પોતાના જમણા હાથની તર્જની આંગળી રાખે છે. ત્યારબાદ તે આત્માનું આહ્વાન કરે છે. જ્યારે આત્મા રુમમાં આવે છે તો વાટકી ફરવા લાગે છે અને પછી વ્યક્તિએ પુછેલા પ્રશ્નોના જવાબ આપે છે. 

સંમોહન વિધિ

કેટલાક લોકો સંમોહન દ્વારા આત્માનો સંપર્ક કરે છે. તેના માટે એક ચેર પર વ્યક્તિને બેસાડવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિને સંમોહન વિધિ દ્વારા સંમોહિત કરવામાં આવે છે. ત્યારબાદ આત્માને તે વ્યક્તિના શરીરમાં બોલાવવામાં આવે છે અને તેને પ્રશ્ન પુછવામાં આવે છે. જ્યાં સુધી આત્મા ધરતી પર હોય છે ત્યાં સુધી તે વ્યક્તિ સંમોહનમાં રહે છે અને તેના માધ્યમથી આત્મા વાત કરે છે. 

મંત્રો દ્વારા આત્માને બોલાવવી

આ વિધિમાં કેટલાક શક્તિશાળી મંત્રો બોલી આત્માને ધરતી પર બોલાવવામાં આવે છે. જો કે આ વિધિ સૌથી સટીક અને સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ વિધિ દ્વારા આત્માને ધરતી પર આવવા વિવશ કરવામાં આવે છે. મંત્રો દ્વારા આત્માને બાંધી અને તેની પાસે ધાર્યા કામ કરાવવામાં આવે છે. જો કે આ વિધિ પણ ભયંકર હોય છે. જો મંત્રોની શક્તિ ઉલટી પડે તો આત્મા ભયંકર નુકસાન કરી શકે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news