એક કરતા વધુ બેંકમાં ખાતા હોય તો સાવધાન!...ફટાફટ પૂરું કરો આ કામ, નહીં તો ખાતું થઈ જશે બંધ
Multiple Bank Account: હાલના સમયમાં કોઈ પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું ખુબ સરળ બની ગયું છે. આથી અનેકવાર લોકો જરૂરિયાત ન હોય છતાં એક કરતા વધુ બેંકમાં ખાતું ખોલાવી નાખતા હોય છે. આવામાં આજકાલ દરેક પાસે એક કરતા વધુ બેંક એકાઉન્ટ હોય છે. અનેક લોકો પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટને રેગ્યુલર યૂઝ પણ કરે છે.
Trending Photos
હાલના સમયમાં કોઈ પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું ખુબ સરળ બની ગયું છે. આથી અનેકવાર લોકો જરૂરિયાત ન હોય છતાં એક કરતા વધુ બેંકમાં ખાતું ખોલાવી નાખતા હોય છે. આવામાં આજકાલ દરેક પાસે એક કરતા વધુ બેંક એકાઉન્ટ હોય છે. અનેક લોકો પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટને રેગ્યુલર યૂઝ પણ કરે છે. જ્યારે કેટલાક લોકો એક સાથે અનેક બેંક એકાઉન્ટ મેનેજ કરી શકતા નથી. જેથી કરીને એક કે બે એકાઉન્ટ હંમેશા એક્ટિવ રહે છે.
જો તમારી પાસે પણ એક કરતા વધુ બેંક એકાઉન્ટ હોય તો આ સમાચાર તમારા માટે છે. વાત જાણે એમ છે કે જ્યારે તમે લાંબા સમય સુધી તમારા કોઈ બેંક એકાઉન્ટથી લેવડદેવડ ન કરતા હોવ તો તમારા એકાઉન્ટને ઈનએક્ટિવ જાહેર કરી દેવામાં આવે છે અને ત્યારબાદ બેંક બંધ પણ કરી શકે છે.
કેમ બંધ થઈ જાય છે એકાઉન્ટ?
જો તમે તમારા કોઈ બેંક એકાઉન્ટમાં મહિનાઓ સુધી લેવડદેવડ ન કરો તો તેને ઈનએક્ટિવ જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે બે વર્ષ સુધી કોઈ જ લેવડદેવડ ન થાય તો તમારું એકાઉન્ટ બેંક પોતે જ બંધ કરી દે છે. જો તમારે કોઈ બેંક એકાઉન્ટની જરૂર ન હોય તો તમે પોતે જ તે બેંકમાં અરજી કરીને બંધ કરાવી શકો છો. જો તમે તેને આગળ પણ યૂઝ કરવા માંગતા હોવ તો તેમાં તમારે રેગ્યુલર લેવડદેવડ ચાલુ રાખવી પડશે.
ઈનએક્ટિવ એકાઉન્ટને કેવી રીતે ચાલુ કરવું?
અનેકવાર જ્યારે તમે એક કંપની છોડીને બીજી કંપનીમાં જોઈન કરી લો તો તમારી બેંક પણ મોટાભાગે બદલાતી હોય છે. તેનાથી તમારું જૂનું બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી લેવડદેવડ ન કરવાના કરાણે ઈનએક્ટિવ થઈ જાય છે. તેને ફરીથી એક્ટિવ કરવા માટે તમારે બેંક જઈને કેવાયસી પ્રોસેસ ફરીથી પૂરી કરવી પડશે. ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટ ફરી ચાલુ થઈ શકશે અને આગળ લેવડદેવડ માટે તમે તેનો ઉપયોગ કરી શકશો.
હોમ બ્રાન્ચ દૂર હોય તો શું કરવું?
જો તમે તમારા બેંક એકાઉન્ટમાં ફક્ત એટલા માટે લેવડદેવડ નથી કરી શકતા કારણ કે તમારી હોમ બ્રાન્ચ ઘરથી ખુબ દૂર છે તો તમે તેને તમારા ઘરની આજુબાજુની કોઈ બ્રાંચમાં પણ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવી શકો છો. તે માટે તમારે તમારી છેલ્લી હોમ બ્રાન્ચ પર જઈને એકાઉન્ટ ટ્રાન્સફર માટે અરજી કરવી પડશે. ત્યારબાદ તમારું બેંક એકાઉન્ટ નજીકની બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવાશે અને તમે સરળતાથી લેવડદેવડ ચાલુ રાખી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે