સુરતમાં તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વધતા ફાયરબ્રિગેડ દ્વારા શરૂ કરાયું જનજાગૃતિ અભિયાન
Trending Photos
સુરત : દિવાળીના તહેવાર બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. શહેરમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના પગલે કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકા દ્વારા ફાયરબ્રિગેડ મારફતે અપીલ કરવામાં આવી રહી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં ફાયરના જવાનો દ્વારા સ્પિકર લગાવીને કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે અમલ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.
સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઇ રહ્યો છે. દિવાળીના તહેવરમાં લોકોનાં ટોળા જોવા મળ્યા હતા. જેના પગલે સુરત સહિત તમામ શહેરોમાં કોરોનાની સંખ્યામાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર ફરી એક વકત દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકા તેમજ ફાયર અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.
સુરતમાં ફાયર વિભાગનાં અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી રહ્યા છે કે, જેમ બને તેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતો. માસ્ક પહેરો. સેનિટાઇઝરનો ઉપયોગ કરો. લોકોને તમામ નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે