73 વર્ષના આ દાદા છે 'દેશી સુલતાન', સરળતાથી ઉપાડી લે છે 150 કિલો જેટલું વજન
પાલનપુરની નજીક આવેલા બસુ ગામે રહેતા 73 વર્ષના વૃદ્ધ લાલજીભાઇ જુડાળ માત્ર 4 ધોરણ ભણેલા છે પરંતુ યુવાનીમાં કસરતનો એવો શોખ જાગ્યો કે તે છેલ્લા 50 વર્ષથી નિયમિત કસરત કરી રહ્યા છે. જેથી તેવો આટલી ઉંમરે પણ હૃષ્ટપુષ્ટ છે અને આજદિન સુધી તેમને કોઈ બીમારી સ્પર્શ કરી શકી નથી.
Trending Photos
અલ્કેશ રાવ, પાલનપુર: ફિલ્મી પડદા ઉપર અવનવા કસરતના કરતબ કરીને યુવાઓની પ્રશંશા મેળવનાર સુલતાનને તો બધાએ જોયો હશે પરંતુ આજે અમે તમને એક એવો ઓરીજનલ સુલતાન બતાવીશું જે 73 વર્ષની ઉંમરે અવનવા કસરતના દાવ કરીને યુવાનોનો પ્રેરણા સ્ત્રોત બન્યો છે.
પાલનપુરની નજીક આવેલા બસુ ગામે રહેતા 73 વર્ષના વૃદ્ધ લાલજીભાઇ જુડાળ માત્ર 4 ધોરણ ભણેલા છે પરંતુ યુવાનીમાં કસરતનો એવો શોખ જાગ્યો કે તે છેલ્લા 50 વર્ષથી નિયમિત કસરત કરી રહ્યા છે. જેથી તેવો આટલી ઉંમરે પણ હૃષ્ટપુષ્ટ છે અને આજદિન સુધી તેમને કોઈ બીમારી સ્પર્શ કરી શકી નથી. વૈશ્વિક મહામારી કોરોના સામે પીએમ મોદીએ દેશમાં સ્વસ્થ જીવન ટિપ્સ અને રોગ પ્રતિકારક શક્તિ માટે યોગને મહત્વ આપવા અપીલ કરી છે.
ત્યારે હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલતું હોવાથી લાલજીભાઈ રોજ ડબલ કસરત કરી રહ્યા છે. દંડ, બેઠક, યોગ, વેઇટ લીફટિંગમાં 100 થી 150 કિલો વજન ઉપાડવા સહિતની તમામ કસરતો આસાનીથી કરી રહ્યા છે. આટલી મોટી ઉંમરે લાલજીભાઈને કસરત કરતા જોઈને યુવાનો પણ શરમાઈ જાય છે.
લાલજીભાઈનું કહેવું છે કે હું નિયમિત કસરત કરું છું જેના કારણે આટલી ઉંમરે પણ તંદુરસ્ત છું અને સ્વસ્થ રહું છું. લોકડાઉનના સમયે લોકો પાસે બહુ જ સમય હોવાથી લાલજીભાઈ લોકોને નિયમિત કસરત કરીને સ્વસ્થ રહેવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આપણું શરીર સ્વસ્થ હશે તો કોરોના તેમજ અન્ય કોઈ બીમારી આપણી નજીક આવી શકશે નહી. દરેક લોકોએ પોતાના શરીર તેમજ પરિવાર અને દેશ માટે કસરતને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઇએ. આટલી ઉંમરે પોતાની તંદુરસ્તીનો શ્રેય પોતાની પત્નીને આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી પત્ની મને આટલા વર્ષોથી નિયમિત પૌષ્ટિક આહાર આપી રહી છે જેથી મારુ શરીર તંદુરસ્ત રહે છે.
ભારત દેશમાં પતિ પરાયણતા દરેક ભારતીય સ્ત્રીની ઓળખ છે ત્યારે પતિ લાલજીભાઈ જુડાળના ધર્મપત્ની ચેતનાબેન જુડાળ પણ પતિના વ્યસનમુક્તિ અભિયાનનો હિસ્સો બનેલ છે. તેવો પણ આજના યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશો આપી રહ્યા છે અને જેવું અન્ન તેવું મન ઉક્તિનું પઠન કરતા સ્પષ્ટ કહે છે કે સારું ભોજન તંદુરસ્તીની નિશાની છે. તેથી સારા આહાર અને વ્યાયામથી તંદુરસ્તી જાળવી શકાય અને રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. તેથી લોકોએ પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ અને રોગોથી બચવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે