Bapunagar Gujarat Chutani Result 2022: બાપુનગર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, ઉજવણી શરૂ

Bapunagar Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Bapunagar Gujarat Chutani Result 2022: બાપુનગર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, ઉજવણી શરૂ

Gujarat Election 2022: ગુજરાત માં શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળે છે તો જોકે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાનસભા પૈકી 12 ભાજપ અને ચાર બેઠક કોંગ્રેસ જીતી જે પૈકીની એક બેઠક એટલે બાપુનગર. બાપુનગર બેઠક માટે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પર પસંદગી ઉતારી તો ભાજપે દિનેશ કુશ્વાહને મેદાને ઉતાર્યા છે. બે પરપ્રાંતિય ઉમેદવારો વચ્ચે ના જંગમાં કોણ કોના પર કેટલુ ભારે પડશેએ પરિણામ બાદ ખ્યાલ આવશે. વર્ષ 2010 માં અસ્તિત્વમાં આવેલી બાપુનગર બેઠક પર વર્ષ 2012માં ભાજપ અને વર્ષ 2017માં કોંગ્રેસનો વિજય થયો અને બંને ચૂંટણીમાં જીતનું અંતર 3500 મત કરતાં પણ ઓછુ હતુ બંને પક્ષોએ આ બેઠક માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જોવાનું એ છે કે કોની મહેનત પરિણામ સુધી પહોચે છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા સીટ પર આ વખતે સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. અહીં કુલ 29 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં મુખ્ય જંગ ભાજપના દિનેશ કુશ્વાહ અને આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસ નેતા હિંમત સિંહ પટેલ વચ્ચે છે. 

બાપુનગર વિધાનસભાનું પરિણામઃ
બાપુનગર વિધાનસભા બેઠક પર મતદારોએ ભાજપ પર ભરોસો મુક્યો છે. આ બેઠક પર ભાજપના દિનેશ કુશવાહની શાનદાર જીત થઈ છે.

બાપુનગર વિધાનસભા બેઠકઃ
બાપુનગર વિધાનસભા બેઠકમાં રખીયાલના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને કેટલાક અમરાઇવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો સમાવેશ થાય છે. ભારત દેશના તમામ ખુણામાંથી લોકો અહી રોજગાર મેળવવા માટે સ્થાયી થયા જેના કારણે પરપ્રાંતિય ઓબીસી દલિત અને માઇનોરીટી સમાજ ચૂંટણીમાં નિર્ણાયક બન્યો છે. બેઠકના જાતિગત સમિકરણની વાત કરીએ તો 207500 મતદારોથી બનેલી બેઠકમાં 18000 પટેલ, 33000 પર પ્રાંતિય, 46000 મુસ્લિમ, 35000 દલિત 65000 ઓબીસી 2500 વણીક , 7000 બ્રાહ્મણ અને 4000 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રધાનમંત્રીના ચહેરા, રાષ્ટ્રવાદ સર્જીકલ સ્ટ્રાઇક તથા આતંકવાદના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો દાવો છે કે આ જંગમાં તેમનો વિજય થશે.

વર્ષ 2022:
વર્તમાન ચૂંટણીમાં બાપુનગર બેઠક એટલા માટે ચર્ચામાં છે કેમ કે ત્યાં અમદાવાદની તમામ બેઠકો પૈકી સૌથી વધારે ઉમેદવાર છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષ તથા અપક્ષ મળી કુલ 29 ઉમેદવારો મેદાને છે. જે કોઇ પણ પાર્ટીના હાર અને જીતના ગણિતને ફેરવી શકે છે. 

વર્ષ 2017:
વર્ષ 2017માં ભાજપે જગરૂપસિંહને રીપીટ કર્યા તો કોંગ્રેસે પૂર્વ મેયર હિમંત સિંહ પટેલને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં 66.42 ટકા મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 58785 અને જગરૂપસિંહ રાજપુતને 55718 મત મળ્યા માત્ર 3067 મતથી હિંમતસિંહ નો વિજય થયો હતો.

વર્ષ 2012:
વર્ષ 2010માં થયેલા નવા સિમાંકનમાં અમદાવાદમાં બાપુનગર બેઠક અસ્તિત્વમાં આવી બાપુનગર વિધાનસભા મતવિસ્તાર એ મૂળ પરંપરાગત મતવિસ્તારમાંથી વિભાજિત થયેલો. આ બેઠકમાં અમદાવાદ મહાનગર પાલિકાના બાપુનગર રખીયાલ દરિયાપુર અને સરસપુર વોર્ડનો સમાવેશ થાય છે. વર્ષ 2012માં ભાજપાના જગરૂપ સિંહ રાજપુત અને કોંગ્રેસના ધીરુભાઇ શયાણી વચ્ચે ટક્કર હતી 64.81 ટકા મતદાન થયુ હતું, જેમાં જગરૂપ સિંહ રાજપુતને 51058 અને ધીરૂભાઇને 48455 મત મળ્યા માત્ર 2603 મતે જગરૂપસિંહનો વિજય થયો

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news