‘મોદીજી વીરા, બહેનડી જુએ તારી વાટ રે’ PM ની બનાસકાંઠા મુલાકાત પહેલા વાયરલ થયુ આ ગીત

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દિયોદર ખાતે બનાસડેરીના નવીન અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ થશે. સાથે જ અહીં વિશાળ મહિલા સંમેલન યોજાશે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ એક ગીત વાયરલ થયું છે. 
‘મોદીજી વીરા, બહેનડી જુએ તારી વાટ રે’ PM ની બનાસકાંઠા મુલાકાત પહેલા વાયરલ થયુ આ ગીત

અલકેશ રાવ/બનાસકાંઠા :આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દિયોદર ખાતે બનાસડેરીના નવીન અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ થશે. સાથે જ અહીં વિશાળ મહિલા સંમેલન યોજાશે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ એક ગીત વાયરલ થયું છે. 

પીએમ મોદીને લઈને ગીત વાયરલ
બનાસ ડેરીના લોકાપર્ણ માટે પી.એમ મોદીનું આગમન દિયોદરના સનાદર ખાતે થવાનુ છે. લોકાર્પણ બાદ બનાસકાંઠાની મહિલાઓને પીએમ મોદી સંબોધન કરશે. ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પી.એમના કાર્યક્રમમાં તેમને સાંભળવા આતુર છે. ત્યારે  બનાસકાંઠામાં પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને એક ગીત વાયરલ થયું છે. ‘બહેનડી જુએ તારી વાટ રે, મોદીજી વીરા’ ગીત હાલ સોશિય મીડિયા પર ખૂબ વાયરલ થયુ છે. ગીતમાં પણ વડાપ્રધાનને ભાઈ તરીકે સંબોધન કરી ભાઈ બહેનના હેતની વાત કરાઈ છે. આમ, બનાસકાંઠામાં પી.એમ મોદીની મુલાકાતને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ છે. 

દિયોદર ખાતે 151 વીઘા જમીનમાં નિર્માણ પામેલ બનાસ ડેરી પ્લાન્ટ અનેપોટેટો પ્રોસસિંગ એન્ડ પ્રોડક્ટ યુનિટમાં વિશ્વના 7 દેશોની મશીનરી લગાવાઇ છે. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. 

ડેરી પ્લાન્ટની બાજુમાં બનાવાયેલ કેમ્પસમાં 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનિટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે. આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ કરાશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી 2 લાખથી વધુ મહિલાઓ સહિત લાખો લોકોને સંબોધન કરશે. જે કાર્યક્રમને લઈને પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે અને તેને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. 

18 મહિનામાં ઉભો કરાયો પ્લાન્ટ
આશ્ચર્યની વાત એ છે કે, ઝડપથી આગળ વધી રહેલી બનાસ ડેરીએ માત્ર 18 મહિનામાં જ દિયોદર ખાતેના પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂરુ કર્યુ છે. 2020 ના ફેબ્રુઆરી મહિનામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી સંજીવ બાલિયાન દ્વારા આ પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કરાયુ હતું. તેના બાદ 18 મહિનામાં પ્લાન્ટ ઉભો કરાયો છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news