ખાસ રાતે પીઓ આ 'રામબાણ' જ્યૂસ, 10 જ મિનિટમાં એવી અસર થશે કે ચોંકી જશો
આ જ્યૂસ પીતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે તેમાં ખાંડ કે સાકર નાખવાની નથી.
Trending Photos
નવી દિલ્હી: તણાવભર્યા જીવન અને તેના કારણે ઊંઘનો અભાવ, આજકાલની લાઈફસ્ટાઈલનો આ કોમન પ્રોબ્લેમ છે. સારી ઊંઘ અને તણાવ દૂર કરવા માટે લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ કોઈ અસર થતી નથી. જો કે દવાઓના રિએક્શન પણ જોવા મળે છે. અહીં તમને એક એવો અચૂક ઉપાય જણાવીશું જેની અસર માત્ર 10 મિનિટમાં જોવા મળશે. આ જ્યૂસને તમે ચમત્કારી જ્યૂસ પણ કહી શકો. જેના પીવાથી તમને માત્ર 10 જ મિનિટમાં ઊંઘ આવી જશે. આ જ્યૂસ છે તીખી ચેરીનો જ્યૂસ. આ જ્યૂસ પીધા બાદ બાળકોની જેમ ઊંઘ આવી જશે.
શોધમાં થયો ખુલાસો
લુઈસિયાના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર્સે આ અંગે એક અભ્યાસ કર્યો છે. રિસર્ચર્સે 8 લોકો પર આ જ્યૂસનો ટેસ્ટ કર્યો. આ એવા લોકો હતાં જેમને ઊંઘ ન આવવાની સમસ્યા હતી. જેમાં કેટલાક લોકોને તો placebo ડ્રગ પણ આપવામાં આવી. જ્યારે કેટલાક લોકોને તીખી ચેરીનો જ્યૂસ. જે લોકોને તીખી ચેરીનો જ્યૂસ આપવામાં આવ્યો તેમની ઊંઘનો સમય 84 મિનિટ વધી ગયો.
કેવી રીતે કરે છે અસર
ચેરીના જ્યૂસમાં નેચરલ પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે. જેને proanthocyanidins કહે છે. જે એમીનો એસીડ ટ્રાઈપ્ટોફનને બુસ્ટ કરે છે. જે સેરોટોનિન રિલીઝ કરે છે. સેરોટોનિન એક નેચરોટ્રાન્સમીટર છે જે રિલેક્સેશન અને સ્લીપીનેસ આપે છે.
ખાવામાં શું ધ્યાન રાખશો
આ જ્યૂસ પીતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે તેમાં ખાંડ કે સાકર નાખવાની નથી. જો તમે તેમાં સાકર નાખશો તો આ જ્યૂસ અસર કરશે નહીં. જલદી ઊંઘ આવે તે માટે રાતના સૂતા પહેલા હેવી ડાયેટ ન લો. સૂવાનો સમય ફિક્સ કરો અને તે સમયે બેડ પર જતા રહો. રાતે કેફિનવાળા પીણા ન પીવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે