નકલી પોલીસનું કૌભાંડ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર ખાસ વાંચે, આ પ્રકારે થયો મોટો ગોટાળો

સ્પેશિયલ 26 ફિલ્મની સ્ટાઇલમાં લૂંટ ચલાવતી એક ગેંગને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. આ ગેંગના સભ્યો પહેલા સંપત્તીવાન વ્યક્તિને સસ્તામાં ડોલર કે સોનું આપવાના બહાને બોલાવતા હતા. ત્યાર બાદ સોના તથા ડોલરનુ ડિલીંગ કરતા સમયે અચાનક જ પોલીસનો દરોડો પડતો હતો. જેમાં પોલીસ ઇન્સપેક્ટરના સ્વાંગમાં જ્યારે અન્ય એક મહિલા હેડ કોન્સ્ટેબલના સ્વાંગવામાં આવતા હતા. ખોટુ કામ કરી રહ્યા છો. પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહીને સોનુ અને રોકડ તમામ વસ્તુઓ લઇને ફરાર થઇ જતા હતા. 

Updated By: Sep 23, 2020, 12:09 AM IST
નકલી પોલીસનું કૌભાંડ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર ખાસ વાંચે, આ પ્રકારે થયો મોટો ગોટાળો

અમદાવાદ : સ્પેશિયલ 26 ફિલ્મની સ્ટાઇલમાં લૂંટ ચલાવતી એક ગેંગને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. આ ગેંગના સભ્યો પહેલા સંપત્તીવાન વ્યક્તિને સસ્તામાં ડોલર કે સોનું આપવાના બહાને બોલાવતા હતા. ત્યાર બાદ સોના તથા ડોલરનુ ડિલીંગ કરતા સમયે અચાનક જ પોલીસનો દરોડો પડતો હતો. જેમાં પોલીસ ઇન્સપેક્ટરના સ્વાંગમાં જ્યારે અન્ય એક મહિલા હેડ કોન્સ્ટેબલના સ્વાંગવામાં આવતા હતા. ખોટુ કામ કરી રહ્યા છો. પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહીને સોનુ અને રોકડ તમામ વસ્તુઓ લઇને ફરાર થઇ જતા હતા. 

સુરતમાં પ્રેમ લગ્ન, પત્ની પર શંકા આખરે રાક્ષસ બનેલા પતિએ બાળકીને બીજા માળેથી ફેંકી

આ ઠગ ટોળકીએ 5-10 નહી પરંતુ 35 લોકોને આ રીતે 1.30 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. રામોલ પોલીસ દ્વારા 1 મહિલા સહિત 7 લોકોની આ ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ ખુબ જ સુવ્યવસ્થીત રીતે કાવત્રા પાર પાડતી હોવાનું સામે આવ્યું છે. તમામ પાસે સરકારનાં અલગ અલગ વિભાગનાં નકલી ID કાર્ડ પણ મળી આવ્યા છે. 

ઉદ્યોગપતિની આત્મહત્યામાં ગુનેગાર PI અને 3 કોન્સ્ટેબલની સસ્પેન્શન બાદ બદલી

મામલતદાર કચેરીની નોકરી મુકી કૌભાંડલીલા આચરવાનું શરૂ કર્યું
ગેંગનો મુખ્યસુત્રધાર કિરીટ અમીન (ઉં.વ 31 રહે. રામોલ) મુળ અરવલ્લીનાં વાત્રક ગામનો છે. તેની પત્ની ભાવના (ઉ.વ 31) આ ગેંગનું સંચાલન કરતા હતા. કિરીટ અગાઉ મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો. જો કે ત્યાંથી તેણે નોકરી છોડીને અધિકારી બનવાના સપનાને પુરૂ કરવા માટે પરીક્ષાઓની તૈયારી આદરી હતી. સફળ નહી થઇ શકતા આખરે તેણે નકલી પોલીસ અધિકારી બની લોકોને લૂંટવાનું શરૂ કર્યું હતું. આમાં પોતાની પત્ની અને અન્ય મિત્રોને પણ જોડ્યા હતા. 

બિનકાયદેસર બાંધકામને કોર્પોરેટર દિલીપ બગરીયાનું સંરક્ષણ, અધિકારીઓને જોઇ લેવાની ધમકી આપી

પોલીસનો એવો સ્વાંગ કે પોલીસ પણ થાપ ખાય
પતિ પત્ની રાજ્યના અલગ અલગ શહેરોમાં એજન્ટ પણ નિમ્યા હતા. આ એજન્ટ માહિતી આપે એટલે આ નકલી અધિકારી દંપત્તી ત્યાં પહોંચી જતું હતું. આ માટે નકલી આઇકાર્ડ, પોલીસ યુનિફોર્મ, નકલી રિવોલ્વર, નકલી રૂપિયા અને સોનુ સહિતની વસ્તુઓ ખરીદી હતી. લૂંટ અગાઉ તમામ નાનામાં નાનુ આયોજન પતિ પત્ની મળીને કરતા હતા. આ પ્રકારે અનેક લોકોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હતો. 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને કરતો ટાર્ગેટ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ મોટા પ્રમાણમાં યુવાનો કરે છે. જો કે દરેકને સફળતા મળતી નથી. ત્યારે આવા હતાશ થયેલા યુવાનોને સ્પેશ્યલ 26 ફિલ્મની જેમ ટાર્ગેટ કરતો હોવાની પણ પોલીસને આશંકા છે. કાયદા અને બંધારણ અંગે જ્ઞાન ધરાવતા આ યુવાનોને પોતાની ગેંગમાં જોડતો હોવાની આશંકા પણ પોલીસ સેવી રહી છે. આ અંગે પણ હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા

ઝડપાયેલા આરોપીઓ
1. કિરીટકુમાર બાબુભાઈ અમીન, રહે-બી- 702, જીવન આર્યફ્લેટ, બાપાસીતારામ ચોક વસ્ત્રાલ રામોલ
2. ભાવના કિરીટકુમાર અમીન, રહે-બી- 702, જીવન આર્યફ્લેટ, બાપાસીતારામ ચોક વસ્ત્રાલ રામોલ
3. જાવેદહુસેન ઉર્ફે કવાલ જહીરમીયા ચૌહાણ, રહે- આંતરસુબા, તા-કપડવંજ, જિ-ખેડા
4. જગમોહન ઉર્ફે છોટે મોરારી રામપ્રસાદ શાસ્ત્રી, રહે- રખિયાલ, તા-ઠાસરા, જિ-ખેડા
5.વસીમઅલી અસમતઅલી સૈયદ, રહે- આંતરસુબા, તા-કપડવંજ, જિ-ખેડા
6. અંકુર ભૂપેન્દ્રભાઈ પટેલ રહે- પુષ્પકસિટી હાથીજણ વિવેકાનંદનગર અમદાવાદ
7. પંકજસિંહ બળવંતસિંહ રાઠોડ, રહે- પરબડીવાળુ ફળીયુ વિંઝોલ, તાલુકો સિટીપૂર્વ, જિ-અમદાવાદ

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube