તમારી સોસાયટીમાં ફેરીયા કે ફ્રુટની લારી લઈ આવતા ફેરિયાઓથી સાવધાન, અમદાવાદમાં થયો મોટો કાંડ!

જોકે આ દરમિયાન ઝોન-1 ડીસીપીની એલસીબી ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે ટીમને બાતમી મળી કે નારણપુરા જીવનદિપ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં 12.50 લાખની ચોરી કરનાર શખ્સો નીકળવાના છે.

તમારી સોસાયટીમાં ફેરીયા કે ફ્રુટની લારી લઈ આવતા ફેરિયાઓથી સાવધાન, અમદાવાદમાં થયો મોટો કાંડ!

મૌલિક ધામેચા/અમદાવાદ: ચોરીનો એક બનાવ સામે આવ્યો કે આરોપીઓને જોતા ચોરી કર્યાનું માનવામાં ન આવે કેમ કે શાકભાજી કે ફ્રુટની લારી ઘરે ઘરે લઈને ફરતા લોકો થી સ્વાભાવિક રીતે પરિચિત હોય છે, પરંતુ નારણપુરામાં તાજેતરમાં જ ડોક્ટર દંપત્તિને ત્યાં ચોરીનો બનાવ બનતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી.

જોકે આ દરમિયાન ઝોન-1 ડીસીપીની એલસીબી ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે ટીમને બાતમી મળી કે નારણપુરા જીવનદિપ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં 12.50 લાખની ચોરી કરનાર શખ્સો નીકળવાના છે. જેથી પોલીસે બંધ મકાનમાંથી સોનાના -દાગીના અને રોકડ સહિત કુલ રૂ.12.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે જુગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયો દાતણીયાને ઝડપી પાડ્યા હતા. 

પકડાયેલ આરોપીઓ ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની માહિતી મેળવીને રાત્રીના સમયે તે મકાનમાંથી ચોરી કરતી ગેંગના સાગરીતો છે. ઝોન 1 એલસીબીની ટીમે ઝડપેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરી હતી. 

પકડાયેલા ત્રણે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી ધર્મેશ ઉર્ફે જુગોના વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં, તથા વિજય દંતાણીના વિરુદ્ધમાં ઘાટલોડીયા, આનંદનગર, નવરંગપુરા, પાલડી, સાબરમી, વાસણા, વાડજ પોલીસ સ્ટેશનમાં અને આરોપી જયેશ ઉર્ફે બડિયાના વિરુદ્ધમાં સેટેલાઈટ, ઘાટલોડીયા અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ચુકી છે.

આરોપીઓ પોતાની આ જ મોડેસ ઓપરેન્ડીથી ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. અને તે દરમ્યાનમાં બે-ત્રણ દિવસથી બંધ હોય તેવા મકાનની રેકી કરતા હતા. બાદમાં રાત્રીના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા  હતા. ત્યારે હાલ તો આ મામલે પોલીસે નારણપુરા પોલીસને આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news