Monsoon: ગરમીને ટાટા-બાય-બાય કહો, આવી ગયું મોનસૂન, જાણો તમારા શહેરમાં ક્યારે પડશે વરસાદ?

India weather updates: છેલ્લા કેટલાક દિવસોથી લોકો આકરી ગરમી અને ધૂળની ડમરીઓનો સામનો કરી રહ્યા છે. એક રાહતના સમાચાર છે કે હવે ચોમાસું કેરળમાં દસ્તક આપવાનું છે.

Monsoon: ગરમીને ટાટા-બાય-બાય કહો, આવી ગયું મોનસૂન, જાણો તમારા શહેરમાં ક્યારે પડશે વરસાદ?

નવી દિલ્હીઃ IMD Latest Monsoon Update: ભારે ગરમીનો સામનો કરી રહેલા લોકોને જલદી રાહત મળવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારે કહ્યું કે આગામી 48 કલાકમાં કેરલમાં મોનસૂનની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. કારણ કે વાવાઝોડું બિપરજોય ઝડપથી એક ગંભીર ચક્રાવાતી તોફાનમાં બદલી ગયું છે. 

આઈએમડીએ પૂર્વાનુમાનમાં કહ્યું કે કેરલમાં મોનસૂનની શરૂઆત સાથે જોડાયેલા નવા હવામાન સંબંધી અપડેટથી જાણવા મળે છે કે દક્ષિણ અરબ સાગરની ઉપર પશ્ચિમી પવનની નિરંતરતા છે. મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર સુધી પશ્ચિમી પવનોની ઊંડાઈમાં વધારો અને દક્ષિણપૂર્વને આવરી લેતા વિસ્તારોમાં વાદળોના આવરણમાં વધારો એ સંકેત આપે છે કે ચોમાસું કેરળમાં ગમે ત્યારે બેસી શકે છે.

— India Meteorological Department (@Indiametdept) June 7, 2023

આઈએમડીએ બુધવારે કહ્યું- આવી સ્થિતિમાં આગામી 48 કલાક દરમિયાન કેરલમાં મોનસૂનની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. આઈએમડીએ તે પણ કહ્યું કે, આગામી 2-3 દિવસમાં દિલ્હી-એનસીઆરમાં પારો વધશે. 

સાથે ઉત્તર પ્રદેશમાં તાપમાન વધવાની સંભાવના છે. 8-11 જૂન સુધી યુપીના કેટલાક ભાગમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. દિલ્હીમાં આકાશ સ્પષ્ટ રહેશે અને આગામી 2-3 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધશે. 10 કે 11 જૂન સુધી દિલ્હી-એનસીઆરનું તાપમાન 41 ડિગ્રી સુધી જઈ શકે છે. 

Visuals from Thiruvananthapuram pic.twitter.com/mt39xiu1rQ

— ANI (@ANI) June 7, 2023

આઈએમડી અનુસાર સપ્ટેમ્બર સમાપ્ત થવા પર ચાર મહિનાના દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના હવામાન દરમિયાન ભારતના મોટા ભાગમાં જૂનમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની આશા છે. 50 વર્ષના એવરેજ 87 સેમીના 96-104 ટકા વચ્ચે વરસાદને સામાન્ય માનવામાં આવે છે. જ્યારે લાંબા ગાળાની સરેરાશના 90 ટકાથી ઓછા વરસાદની ઉણપ ગણવામાં આવે છે. તો 90-95 ટકા વચ્ચે સામાન્ય વરસાદ જ્યારે 105-110 ટકાની વચ્ચે વરસાદને સામાન્યથી વધુ અને 100 ટકાથી વધુ વરસાદ અતિવર્ષા છે. 

દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં મોનસૂન મોડા શરૂ થવાને કારણે મહત્વપૂર્ણ ખરીફ પાક, વિશેષ કરીને કપાસ, મગફળી જેવાની વાવણીમાં વિલંબ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news