ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં ભાચા ગામે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ સગીર વયની પુત્રી પર જ દુષ્કર્મ આચર્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. ત્રણ વર્ષની સગીર વયની પુત્રી પર 3 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. જો કે પાપ ત્યારે બહાર આવ્યું જ્યારે પુત્રીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો. 

Updated By: Jul 17, 2020, 05:31 PM IST
ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

ઉના : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં ભાચા ગામે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ સગીર વયની પુત્રી પર જ દુષ્કર્મ આચર્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. ત્રણ વર્ષની સગીર વયની પુત્રી પર 3 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. જો કે પાપ ત્યારે બહાર આવ્યું જ્યારે પુત્રીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો. 

અમદાવાદ: સોલા સિવિલની ગંભીર બેદરકારી, પ્રસુતાએ પોતાનું બાળક બદલાયાનો દાવો કર્યો

7 માસનો ગર્ભ રહી જતા પરિવારને આ અંગે જાણ થતા તત્કાલ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે પોલીસે નરાધમ પિતા દુદા બાંભણીયાની અટકાયત કરી હતી અને વધારે તપાસ હાથ ધરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભાચા ગામનો રહેતો અને મંજુરી કામ કરતો દુદા બાંભણીયાએ  સગીર વયની દીકરી પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. દિકરીને ડરાવી ધમકાવીને રાત્રીના સમયે ઘરની અંદર જ દુષ્કર્મ આચરતો હતો. 

ચાંદખેડામાં પરણીતાએ પુત્ર સાથે ફ્લેટમાંથી કુદીને આત્મહત્યા કરતા ચકચાર

નરાધમ પિતાએ આ વાત કોઇને જણાવીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિતાએ પોતાની માતા અને બેનને સમગ્ર ઘટના અંગે જાણ કરતા પરિવારના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ તો પોલીસે નરાધમને પકડીને કેસ દાખલ કર્યો છે. વધારે તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર