Bharuch: આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 2.50 કરોડના હીરાની લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા

લકઝરી બસ સુરત પહોંચે તે પહેલાં મુલદ ચોકડી પાસે લુંટારૂઓએ પોત પ્રકાશ્યું હતું અને એક લુંટારૂએ ડ્રાઈવરના લમણે રીવોલ્વર મુકી બસને હાઇવે પર સાઇડમાં ઉભી કરાવી દીધી હતી. 

Bharuch: આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 2.50 કરોડના હીરાની લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા

ભરત ચુડાસમા, ભરૂચઃ ભરૂચની મુલદ ચોકડી પાસે આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી 2.50 કરોડ રૂપિયાની કિમંતના હીરાની લુંટ કરવાના પ્રયાસના ચકચારી પ્રકરણમાં એલસીબીએ સુરતના કડોદરા વિસ્તારમાંથી બે આરોપીને ઝડપી પાડયાં છે.

તારીખ 24મી ઓગષ્ટના રોજ ભાવનગરથી સુરત જવા નીકળેલી ગોપાલ ટ્રાવેલ્સની બસમાં ચાર આંગડીયા પેઢીના કર્મચારીઓ 2.50 કરોડ રૂપિયાની કિમંતના હીરા સાથે મુસાફરી કરી રહયાં હતાં. આ જ બસમાં મુસાફરના સ્વાંગમાં ચાર લુંટારૂઓ સવાર હતાં. લકઝરી બસ સુરત પહોંચે તે પહેલાં મુલદ ચોકડી પાસે લુંટારૂઓએ પોત પ્રકાશ્યું હતું અને એક લુંટારૂએ ડ્રાઈવરના લમણે રીવોલ્વર મુકી બસને હાઇવે પર સાઇડમાં ઉભી કરાવી દીધી હતી. અર્ટિ઼ગા કારમાં આવેલાં તથા બસમાં સવાર લુંટારૂઓ હીરાની લુંટ ચલાવે તે પહેલાં તેમનો સામનો બસના કલીનર સફી રાયજી અને અન્ય એક મુસાફર અનિલ ભરવાડ સાથે થયો હતો. બંનેએ લુંટારૂઓનો હિમંતભેર મુકાબલો કરતાં લુંટારૂઓનું કાવતરૂ નિષ્ફળ ગયું હતું. લુંટારૂઓ સાથેની ઝપાઝપીમાં અનિલ ભરવાડને હાથમાં ગોળી પણ વાગી હતી.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન. ઝાલા તથા તેમની ટીમે સુરતના કડોદરા વિસ્તારમાંથી તથા નવસારી ટોલનાકા પાસેથી મળી બે આરોપીને દબોચી લીધાં છે. જેમની ઓળખ મુળ યુપીના અને હાલ સુરત ખાતે રહેતાં નૌસાદ અહેમદ અને અરશદખાન તરીકે થઇ છે. ભાવનગરથી સુરત આવતી જય ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ મુસાફરી કરતાં હોવાની ચોકકસ ટીપ લુંટારૂઓને મળી હતી. કુલ આઠ આરોપીઓએ ભેગા મળી આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી લુંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ તેમને સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે બસમાં બે નરબંકાઓ સાથે તેમનો મુકાબલો થશે અને નિષ્ફળતા મળશે. પોલીસે હાલ બે આરોપીને ઝડપ્યા બાદ અન્ય ૬ આરોપીની શોધખોળ યથાવત રાખી છે.

લક્ઝરી બસમાં લૂંટ કરવા ઘુસેલાં ત્રણેય લૂંટારૂઓ પૈકીના એક લૂંટારૂએ તમંચો કાઢતાં ક્લિનરે મુસાફરોની કેબીનમાં જઇ દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. તેમજ અન્ય એક મુસાફર અનિલે દરવાજાને અંદરથી ધક્કો મારી બંધ રાખ્યો હતો. લૂંટારૂએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં મુસાફરને હાથમાં ઇજા થઇ હોવા છતાં તેમણે સામનો કર્યો હતો. બન્નેની બહાદુરીને લઇને તેમને સન્માનિત કરવા ઉચ્ચકક્ષાએ પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવશે.

લૂંટના તમામ આરોપીઓ ડ્રાઇવર હોઇ રાજ્યની ભૌગોલિક સ્થિતીથી વાકેફ હતાં
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલાં બે તેમજ તેમના અન્ય 6 સાગરિતો ટ્રક ડ્રાઇવિંગ તેમજ ટ્રાન્સ્પોર્ટના ધંધા સાથે સંકળાયેલાં હોઇ રાજ્યની ભૌગોલિક સ્થિતીથી વાકેફ હતાં. તેઓએ લૂંટની વારદાતને અંજામ આપવા માટે તેમજ લૂંટ કર્યાં બાદ ભાગી જવા માટેના રસ્તા સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખ્યું હતું.

ઝડપાયેલાં આરોપીઓના નામ
નૌસાદઅહેમદ મુસ્તાકઅહેમદ કુરેશી - હાલ રહેે. કડોદરા, સુરત, મુળ રહે. પ્રતાપગઢ, યુપી.
અરશદખાન મુઝમ્મીલ કુદુસખાન - હાલ રહે. આંબોલી, સુરત, મુળ રહે. પ્રતાપગઢ, યુપી.

વોન્ટેડ જાહેર કરાયેલાં આરોપીઓના નામ
શહેજાદખાન સરદારખાન - હાલ રહે. ગોરેગાંવ, મુંબઇ. મુળ રહે. પ્રતાપગઢ યુપી
મકસુદ - હાલ રહે. મુંબઇ
મહેતાબ - હાલ રહે. મુંબઇ
જૌવાદ - હાલ રહે. મુંબઇ
અન્ય બે અજાણ્યા શખ્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news