કોરોનાકાળમાં સેક્સ વર્કર બહેનોના સથવારે આવ્યા મોરારિબાપુ, કરી આટલી મદદ
લોકોના ધંધા-રોજગારથી લઈ માનસિક સ્વાસ્થ્ય સુધી અસર થઈ છે. દેશના અનેક પ્રાંતોમાં સામાન્ય લોકો માટે તેમનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું છે.
Trending Photos
ભાવનગર: ગત વર્ષથી સમગ્ર વિશ્વ કોવિડ (Covid 19) ની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીની અસરો વ્યાપક છે. લોકોના આરોગ્ય ઉપરાંત રોજીંદા જીવનને પણ આ મહામારીએ અસર કરી છે. લોકોના ધંધા-રોજગારથી લઈ માનસિક સ્વાસ્થ્ય સુધી અસર થઈ છે. દેશના અનેક પ્રાંતોમાં સામાન્ય લોકો માટે તેમનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું છે.
પૂજ્ય મોરારિબાપુ (Moraribapu)એ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ રૂપિયા 1 કરોડની સહાય પ્રધાનમંત્રી રાહત કોષને એમણે મોકલી હતી. જે સહાયની વણથંભી યાત્રા આજે પણ ચાલુ છે. સતત એમણે વિવિધ સંસ્થાઓ, સમાજસેવી સંગઠનોને આર્થિક સહાય આપી છે અને તે દ્વારા સમાજના છેલ્લા વર્ગના લોકો સુધી પહોંચ્યા છે. સાથોસાથ રામકથા (Ramkatha) ના અવિરત અનુષ્ઠાન દ્વારા લોકોમાં વ્યાપેલી નિરાશા, હતાશા અને દરની માનસિકતા સામે કામ કર્યું છે.
લોક મંગલ માટેની એમની અપીલને એમની રામકથાના (Ramkatha) શ્રોતાઓએ હમેશા જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. આજ રોજ ગુજરાત વિચરતી જાતિ સમુદાય મંચના મિત્તલ પટેલની સંસ્થાને બાપુ દ્વારા ૧૧ લાખ આપવામાં આવ્યા છે. એ જ પ્રમાણે દેશના ગુજરાત (Gujarat) તેમજ મુંબઈ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ, દિલ્હી સહીત વિવિધ પ્રાંતમાં જે સેકસ વર્કર (Sex Worker) બહેનોનાં પરિવારના પુનઃ વસન માટે કાર્યરત સંસ્થાઓ અને સંગઠનોને ૨૪ લાખની સહાય મોકલવામાં આવનાર છે. આમ કુલ ૩૫ લાખની સહાય મોકલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે