SURAT: કટર વડે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ હૂમલો, POLICE પર ઉઠી રહ્યા છે સવાલ

ડિંડોલી માનસરોવર તળાવ પાસે સ્વસ્તીક લેકમાં રહેતા પાંડે પરિવાર પર ગઇકાલે રાત્રે નવેક વાગ્યે જીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને પાડોશીઓ દ્વારા હેક્સો બ્લેડ થી જીવલેણ હૂલો કર્યો હતો. હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડેલા યુવકને ઘા માર્યા હતા. જો કે પોલીસે સમગ્ર મામલો શાંત પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી માનસરોવર તળાવ નજીક સ્વસ્તીક લેકમાં રહેતા શ્રવણ કમલાશંકર દયાશંકર પાંડે, પત્ની શશી, પિતાજી કમલાશંકર અને હિતેષ પાઠક પર ગઇકાલે નવ વાગ્યે સ્વસ્તિક લેકમાં જ રહેતા સુનિલ મોહન, દિવ્યા મોહન, આલોક સુનિલ, સાગર હેક્સો બ્લેડથી જીવલેણ હુમલો કર્યો હતો. 
SURAT: કટર વડે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ હૂમલો, POLICE પર ઉઠી રહ્યા છે સવાલ

સુરત : ડિંડોલી માનસરોવર તળાવ પાસે સ્વસ્તીક લેકમાં રહેતા પાંડે પરિવાર પર ગઇકાલે રાત્રે નવેક વાગ્યે જીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને પાડોશીઓ દ્વારા હેક્સો બ્લેડ થી જીવલેણ હૂલો કર્યો હતો. હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડેલા યુવકને ઘા માર્યા હતા. જો કે પોલીસે સમગ્ર મામલો શાંત પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી માનસરોવર તળાવ નજીક સ્વસ્તીક લેકમાં રહેતા શ્રવણ કમલાશંકર દયાશંકર પાંડે, પત્ની શશી, પિતાજી કમલાશંકર અને હિતેષ પાઠક પર ગઇકાલે નવ વાગ્યે સ્વસ્તિક લેકમાં જ રહેતા સુનિલ મોહન, દિવ્યા મોહન, આલોક સુનિલ, સાગર હેક્સો બ્લેડથી જીવલેણ હુમલો કર્યો હતો. 

હુમલાખોરોએ શ્રમણના પિાતને અમારો છોકરો સાગર દિવાલ કુદીને આવે તો કેમ ગાળો આપો છો તેવું કહીને હુમલો કર્યો હતો. જેમાં શ્રવણને છાતી, કપાળ તથા દાઢીના ભાગે પત્ની શશીને ગળા તથા હાથનાં ભાગે ઘા માર્યા હતા. પીડિત પરિવારનાં અનુસાર પિતા બાલ્કનીમાં બેઠા હતા, બાજુના ટાવરનોછોકરો ડિવાઇડર કુદીને કોમ્પલેક્સમાં પ્રવેશી રહ્યો હતો. 

જેથી બુમ પાડીને મેઇન ગેટથી પ્રવેશ કરવા માટે જણાવ્યું હતું. બસ આ વાતને લઇને છોકરાનાં માતા-પિતા ચાર પાંચ જણાને તેમના ઘરે દોડી આવ્યા હતા. દરવાજો ખોલતા જ મારામારી પર ઉતરી આવ્યા હતા. બ્લેડ કે ચપ્પુ વડે પરિવારનાં ત્રણ અને બચાવવા આવેલા એક વ્યક્તિનાં ગળાના ભાગે ઘા માર્યા હતા. ભારે હોબાળા બાદ પોલીસ દોડી આવી હતી. 

તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. ત્યાર બાદ હુમલાખોર પરિવાર સામે તપાસ શરૂ કરી હતી. શ્રવણકુમાર પાંડે મિલમાં નોકરી કરે છે. અલ્હાબાદનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં તેમની પત્ની શશીબેન, પિતા કમલાશંકર, બચાવવા આવેલા રિતેશ નામના યુવાનને પણ ઇજા પહોંચી હતી. આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો દાકલ કરી તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news