પત્રકારો-દલિત મામલે સમર્થનમાં આવી ભીમસેના, રસ્તા પર સૂઈને વિરોધ કર્યો
ગઈકાલે જુનાગઢમાં મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં છે. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યાં છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં છે.
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ :ગઈકાલે જુનાગઢમાં મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં છે. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યાં છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં છે.
જૂનાગઢ પત્રકારો પર પોલીસના લાઠીચાર્જ મામલાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. સૌરાષ્ટ્રમાંથી પત્રકારો પહોંચ્યા SP કચેરી ખાતે પહોંચ્યા હતા. 15 થી વધુ કલાકથી પત્રકારો પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા પર બેસ્યાં છે. તેઓએ કહ્યું હતું કે, લાઠીચાર્જ કરનાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે.
ભીમસેના આવી સમર્થનમાં
રાજ્યભરમાં જ્ઞાતિવાદને લઈને થઈ રહેલા અત્યાચારનો રાજકોટમાં વિરોધ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં ભીમ સેના દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં સરકાર સામે ચક્કાજામ કરાયો છે. જુનાગઢમાં પત્રકારો પર થયેલા પોલીસના હુમલા બાદ ભીમસેના પત્રકારોના સમર્થનમાં આવી છે. તેમણે પત્રકારો પર અત્યાચાર બંધ કરોના નારા સાથે ચક્કાજામ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ રસ્તા પર સૂઈ જઈને પત્રકારો તથા દલિત વરઘોડાના વિવાદ મામલે પણ વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા ગઈકાલે સાંજે પૂર્ણ થઇ હતી. મતદાન પ્રક્રિયા પછી દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે પણ મારામારીની ઘટના પછી પત્રકારો ઉપર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં વિવાદ સર્જાતા પત્રકારો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે