ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય, બિલ્ડરો માટે ફરજિયાત બનાવશે નિયમ

રાજ્ય સરકારે શહેર તેમજ નગરોમાં પાર્કિગને સમસ્યાને દુર કરવા તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા મુજબ જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ હવે ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપી છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય, બિલ્ડરો માટે ફરજિયાત બનાવશે નિયમ

ગાંધીનગર: હાલમાં ગુજરાતમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ પાર્કિંગની છે. તમને રોડ-રસ્તા કે સોસાયટીમાં આડેધડ પાર્ક થયેલા વાહનો જોવા મળશે કારણ કે હવે શહેરોમાં વસતી કરતાં વાહનો વધી રહ્યાં છે. દરેકની પાસે હવે લગભગ 2 વાહનો તો હશે. જેને પગલે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. પોલીસ ગમે તેટલા પ્રયાસો કરે પણ આડેધડ પાર્ક થતા વાહનોની સમસ્યા ઉકલી શકી નથી. 

સોસાયટીઓમાં હવે 1 પાર્કિગ ફરજિયાત હોવા છતાં પણ વાહનો એટલા વધ્યા છે કે રોજની આ માથાકૂટ થઈ ગઈ છે. તમને શહેરોમાં ઘર મળી રહે પણ ગાડી પાર્ક કરવા માટે જગ્યા ન મળે એવી સ્થિતિ છે. જેને પગલે સરકારે પણ હવે પાર્કિંગ ફરજિયાત બનાવવાની સાથે કેટલાક નિયમો ફરજિયાત બનાવ્યા છે.  

રાજ્ય સરકારે શહેર તેમજ નગરોમાં પાર્કિગને સમસ્યાને દુર કરવા તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા મુજબ જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ હવે ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપી છે. જેમા ટાઉન પ્લાનિંગની સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવા માટે આદેશ કર્યો છે. હાલમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા તો હોય જ છે. જેમાં પ્લેટ દીઠ એક પાર્કિંગ અપાય છે પણ જૂની સોસાયટીમાં પાર્કિંગ ન હોવાથી વાહનચાલકોએ વાહનો ક્યાં મૂકવા એ સૌથી મોટી સમસ્યા છે.  

આજે મળેલી એક બેઠકમાં રાજ્ય સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમ રહેણાંક તેમજ કોમર્શિયલ દરેક બિલ્ડીંગોમાં લાગુ પડશે. જેથી તમામ શહેરો અને નગરો પાર્કિંગની સમસ્યા હલ કરી શકાય. 

આમ હવે નવા નિયમો તમામ સોસાયટીઓને લાગુ પડશે. જેથી કપાતમાં જમીન વધારે જાય તો નવાઈ નહીં. હાલમાં બિલ્ડરો મોટાભાગે થ્રી બીએચકે અને ફોર બીએચકે બનાવવાનું વધારે પ્રાધાન્ય આપે છે કારણ કે એમાં કપાત વધે તો પણ ફ્લેટ ધારકને વધારે સમસ્યા નડતી નથી. હાલમાં સુપર બિલ્ટએપ અને બિલ્ટઅપ એરિયામાં ગેપ વધ્યો છે જે હવે સરકારના નવા નિયમોથી ફરી વધી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news