AAP એ વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી
AAP Declare Election Candidates : આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 7મી યાદી જાહેર કરી... આજે વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કરાયા.. ચૂંટણીની જાહેર પહેલા જ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 70થી વધુ ઉમેદવાર જાહેર કર્યા...
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 7મી યાદી જાહેર કરી. આજે વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કરાયા. ચૂંટણીની જાહેર પહેલા જ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 70થી વધુ ઉમેદવાર જાહેર કર્યા. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમા આપે મોટી જાહેરાત પણ કરી છે. આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે.
કોને કોને મળી ટિકિટ?
- કડીથી એચ.કે. ડાભી
- ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલ
- વઢવાણથી હિતેશ પટેલ બજરંગ
- મોરબીથી પંકજ રણસરિયા
- જસદણથી તેજસ ગાજીપરા
- જેતપુર(પોરબંદર)થી રોહિત ભુવા
- કાલાવાડથી ડો. જીગ્નેશ સોલંકી
- જામનગર રૂરલથી પ્રકાશ ડોંગા
- મહેમદાબાદથી પ્રમોદભાઈ ચૌહાણ
- લુણાવાડાથી નટવરસિંહ સોલંકી
- સંખેડાથી રંજન તડવી
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ભાજપ વિધાનસભા ચૂંટણીમાં તેની સામે નબળો પ્લેયર પસંદ કરે છે. કોંગ્રેસ નબળો પ્લેયર છે એટલે ભાજપ એમની સામે લડાઇ ઈચ્છે છે. ભાજપમાં તાકાત હોય તો આમ આદમી પાર્ટી સામે લડવાની વાત કરે. આમ આદમી પાર્ટીને હરાવવાની ભાજપની હિંમત નથી.
વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ
ગોપાલ ઈટાલિયાએ પહેલુ લિસ્ટ જાહેર કર્યુ હતું ત્યારે આ અંગેનું કારણ આપતા કહ્યું હતું કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે