Big Breaking: નેનો બાદ હવે ગુજરાતમાં બનશે દેશનો પહેલો ઈ-ટ્રક, ઢગલાબંધ નોકરીઓના ખુલશે દ્વાર

First Time in Make in India E Truck: ઈલેક્ટ્રીક વેહીકલ્સ, સ્માર્ટ મોબિલિટી અને ક્લિન ટેક બેઝ્ડ સ્માર્ટ મોબિલિટી કંપની, ટ્રીટોન ઈલેક્ટ્રીક વેહીકલ ઈન્ડિયા પ્રા. લિ.(TEV)એ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રકનું ઉદઘાટન કર્યું છે. ‘મેક ઈન ઈન્ડિયા’ ટ્રકને ગુજરાતમાં ખેડા સ્થિત ટ્રિટોન ઈવીની આરએન્ડડી સેન્ટર ખાતે આજે વિશેષ મિડિયા શોકેસિંગમાં લોંચ કરવામાં આવી હતી.

Big Breaking: નેનો બાદ હવે ગુજરાતમાં બનશે દેશનો પહેલો ઈ-ટ્રક, ઢગલાબંધ નોકરીઓના ખુલશે દ્વાર

E Truck/નચિકેત મહેતા, ખેડાઃ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલનો વ્યાપ વધ્યો છે. હાલમાં ઇલેક્ટ્રિક કાર, બસ, અને ટુ વ્હીલર રોડ પર જોવા મળી રહ્યા છે. પરંતુ હવે ટુંકજ સમય માં ઇલેક્ટ્રિક ટ્રક રોડ પર ફરતી જોવા મળશે. જોકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ ઇલેક્ટ્રિક ટ્રક મેક ઈન ઈન્ડિયા છે. અને કંપની દ્વારા ગુજરાતના ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. મૂળ ગુજરાતના અને અમેરિકામાં સ્થાયી થયેલા હિમાંશુ પટેલની triton કંપની એ આ ઇલેક્ટ્રિક ટ્રક બનાવી છે, અને આજે ખાસ મિડિયા સમક્ષ ઇલેક્ટ્રિક ટ્રકને રજૂ કરવામાં આવી. 

આ પણ ખાસ વાંચોઃ  Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ  આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ  100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!

ઈલેક્ટ્રીક વેહીકલ્સ, સ્માર્ટ મોબિલિટી અને ક્લિન ટેક બેઝ્ડ સ્માર્ટ મોબિલિટી કંપની, ટ્રીટોન ઈલેક્ટ્રીક વેહીકલ ઈન્ડિયા પ્રા. લિ.(TEV)એ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રકનું ઉદઘાટન કર્યું છે. ‘મેક ઈન ઈન્ડિયા’ ટ્રકને ગુજરાતમાં ખેડા સ્થિત ટ્રિટોન ઈવીની આરએન્ડડી સેન્ટર ખાતે આજે વિશેષ મિડિયા શોકેસિંગમાં લોંચ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, નેનો બાદ ફરી એકવાર ગુજરાતમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. ઈ-ટ્રકને કારણે મોટાપાયે નોકરીઓની તક ઉભી થશે.

TEVના સ્થાપક અને એમડી હિમાંશુ પટેલે ગુજરાત તક સાથે વાતચીત માં જણાવ્યું કે,”અમે ટ્રિટોન ઈલેક્ટ્રીક ટ્રકનું ઉદઘાટન કરતાં ઉત્સાહ સાથે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ ટ્રક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેડ ફોર ધ વર્લ્ડ’નું ઉમદા દ્રષ્ટાંત છે. આ ઈલેક્ટ્રીક ટ્રકને વિકસાવતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં વપરાશમાં સરળતા, ડ્રાઈવીંગમાં સરળતા, વ્યાપક સુરક્ષા, સ્માર્ટ કાર્યદક્ષતા અને સ્ટાઈલનો સમાવેશ થાય છે. સામાન્ય વ્યક્તિ પણ આ ટ્રક સરળતાથી ચલાવી શકે એ માટે તમામ ફિચરનો સમાવેશ કરાયો છે.

આ પણ ખાસ વાંચોઃ  હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
આ પણ ખાસ વાંચોઃ  શું બંધ થઈ રહી છે ભારતની આ સૌથી પોપ્યુલર કાર? લાખો ગ્રાહકો કરી રહ્યાં છે પૂછપરછ

ખાસ કરીને ડ્રાઈવરની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડ્રાઈવર રાત્રિ દરમ્યાન લોજ કે ટ્રક ની નીચે સૂવાની જગ્યાએ ટ્રકમાં જ આરામ થી સૂઈ શકે એવી વ્યવસ્થા કરાઇ છે. ડીઝલ ટ્રકમાં જેટલો ખર્ચો થાય એના કરતાં પણ ઓછા ખર્ચે આ ટ્રક ચાલી શકે છે. એટલુજ નહીં કાર્બન ફૂટપ્રિન્ટને નિયંત્રણમાં રાખી તંદુરસ્ત અને જાળવી શકાય તેવા પર્યાવરણને તૈયાર કરવામાં યોગદાનને લઈ પ્રતિબધ્ધતાએ ટ્રીટોન ઈલેક્ટ્રીક ટ્રકને ભારતીય લોજિસ્ટીક્સ સેક્ટર માટે ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રભાવી મશીન બનાવ્યું છે,”

ટ્રીટોન ઈવીએ ગુજરાતમાં અમદાવાદ નજીક ખેડા જિલ્લામાં ખેડા ખાતે તેની સર્વગ્રાહી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(R&D) સુવિધાની સ્થાપના કરી છે. આ સુવિધા 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ખેડા સ્થિત ટ્રીટોન ઈવીનું આરએન્ડડી સેન્ટર થ્રી વ્હીલર્સ, સ્પેશ્યલ પર્પઝ ડિફેન્સ વેહીકલ્સ, ઈવી ટ્રક્સ અને હાઈડ્રોજન ફ્યુઅલ પાવર્ડ બસિસ, હાઈડ્રોજન સ્કૂટર્સ સાથે ઓટોમોટીવ ઈનોવેશન માટે ભારતનું ટોચનું સ્થળ બની રહેશે. ટ્રીટોન ઈલેક્ટ્રીક ટ્રક અને પ્રોડક્ટ પોર્ટફોલિયોની વ્યાપક રેંજ મારફતે TEV ભારતની સફળ ઈવી અને સ્માર્ટ મોબિલિટી સ્ટોરીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે તૈયાર છે. પોતાની આરએન્ડડી સુવિધા મારફતે કંપની સ્માર્ટ મોબિલિટી ક્ષેત્રે વૈશ્વિક લીડરશીપની સ્થાપનાનો ઉદ્દેશ ધરાવે છે. આ સેન્ટર એડવાન્સ્ડ મોબિલિટીના પ્રવર્તમાન ખ્યાલો સાથે આજની ટ્રાન્સપોર્ટેશન જરૂરિયાતોના વાસ્તવિક પડકારોને લઈ બ્રેઈનસ્ટોર્મ કરશે.

આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતેઆ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત

ટ્રીટોન ઈલેક્ટ્રીક વેહીકલ એલએલસી એ યુએસએ ન્યૂ જર્સીમાં ચેરી હિલ મુખ્યાલય ધરાવતી યુવાન અને ટોચની સાહસિક્તા ધરાવતી ઈલેક્ટ્રીક વેહીકલ કંપની છે. ટ્રીટોન ઈલેક્ટ્રીક વેહીકલ ઈન્ડિયા પ્રા. લિ. એ ટ્રીટોન ઈલેક્ટ્રીક વેહીકલ(TEV) એલએલસીની ભારતીય સબસિડિયરી છે. TEV એ એડવાન્સ્ડ મોબિલિટી એન્થૂસિઆસિસ્ટ્સ છે. જે એન્થૂસિઆસિસ્ટ્સ માટે પોતાની પ્રોડક્ટ્સ ડિઝાઈન અને તૈયાર કરે છે. ટેકનિકલ સ્કીલ્સ અને ઈન્ડસ્ટ્રી ધગશના સંયોજને TEVને લોંગ-રેંજ ઈલેક્ટ્રીક સેક્ટરમાં વિશ્વ કક્ષાની કામગીરી અને સેફ્ટી ફિચર્સ ધરાવતાં શ્રેષ્ઠ વેહીકલ વિકસાવવા માટે તૈયાર કરી છે. 

આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
આ પણ ખાસ વાંચોઃ  પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
આ પણ ખાસ વાંચોઃ  આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
આ પણ ખાસ વાંચોઃ  હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...

આ ટ્રકના ખાસ સેફ્ટી ફીચર:
ટ્રકના સેફ્ટી ફીચર અંગે હિમાંશુ પટેલે જણાવ્યું કે, ભારતના જે રોડ છે એ પ્રમાણે આ ટ્રક બનાવવામાં આવી છે. ભારતના જે પ્રમાણે રસ્તા છે, તે પ્રમાણે ટ્રકને કેટલી સેફટીથી ચલાવી શકાય તે માટે તમામ સુવિધાઓનો ધ્યાન રાખવામાં આવ્યું છે. અત્યારે આ ટ્રકનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. આખી ટ્રકમાં લોકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રક સામાન્ય માણસ પણ ચલાવી શકે છે. આ ટ્રક કોઈ મહિલાને ચલાવવી હોય તો પણ એ ચલાવી શકે છે. અમે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને પણ આમંત્રિત કર્યા હતા ટ્રક ચલાવવા માટે. અને એ મહિલાઓએ પણ ટ્રક ચલાવીને પોતાનો પોઝીટીવ અભિપ્રાય આપ્યો હતો.

ક્યારે કોઈ વિચાર્યું નહીં હોય કે મહિલા ટ્રક ચલાવે. પરંતુ આ ટ્રકમાં એટલા સેફ્ટીના સાધનો અને અત્યાધુની ટેકનોલોજી થી ટ્રક બનાવી છે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી ટ્રક ચલાવી શકે. આમાં ગિયર બદલવાની પણ જરૂર નથી. આના ફંકશન જે છે એમાં બ્લુટુથ, નેવિગેશન સહિતના ફંક્શન આપવામાં આવ્યા છે. ઘણીવાર એવું થતું હોય છે કે, ટ્રક ડ્રાઇવરને એડ્રેસ આપવામાં આવ્યું હોય અને તેઓ ચાલુ ટ્રકે ફોન જોવાની જરૂર પડે છે. પરંતુ આ ટ્રકમાં એક વખત લોકેશન નાખી દેવામાં આવે તો ટ્રકમાં નેવિગેશન બારમાં ઓટોમેટિક લોકેશન પણ બતાવવામાં આવે છે. અગર આ ટ્રક મહિલાઓ ચલાવે છે, તો મહિલાઓ ધાબા પર કે ટ્રકની બહાર સૂઈ ના શકે એટલા માટે આ ટ્રકમાં જ ખાસ સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચોઃ  સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિઆ પણ ખાસ વાંચોઃ  ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?આ પણ ખાસ વાંચોઃ  માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?આ પણ ખાસ વાંચોઃ  બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ

ટ્રકનું જે કેબીન છે તેમાં એર કન્ડિશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આના પૈસા પણ બચી શકે છે. અમે જે બેટરી મૂકી છે એનો કોઈ સાઈડ ઇમ્પેક્ટ થાય છે, તો તેનું પણ નોટિફિકેશન આવી જાય છે. બીજા બધા ટ્રકમાં બેટરી જે છે એ ફ્યુઅલ ટેન્કની પાસે મૂકવામાં આવી છે, જ્યારે અમે જે બેટરી મૂકી છે એ ફ્રેમની વચ્ચોવચ મૂકી છે કે જેથી બેટરી ને કોઈ નુકસાન ન થાય. જે ટ્રકની મેઇન ફ્રેમ હોય છે, નીચેની એ 14 એમએમ કા તો 16 એમએમ, જ્યારે અમે બનાવી છે 18 એમએમ. જેને કારણે ટ્રક બેન્ડ ન થઈ જાય. આ સાથે જ સાઈડના જે મિરર છે, એમાં અમે નાઈટ વિઝન કેમેરા લગાવ્યા છે. દરેક લેફ્ટ અને રાઈટ બંનેવ સાઈડે બે કેમેરા લગાવ્યા છે. ટ્રક ની અંદર કેબિનમાં બે સ્ક્રીન છે, જ્યાં સતત વિઝિબિલિટી રહેતી હોય છે કે લેફ્ટ અને રાઈટમાં રોડ પર શું થઈ રહ્યું છે.

આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકોઆ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે?આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધઆ પણ ખાસ વાંચોઃ  આ વસ્તુનું સેવન તમને બનાવશે બેડ પરના બાદશાહ, અઠવાડિયામાં જ મળશે રિઝલ્ટ!

આ ટ્રકની જે પ્રાઇસ છે તે 1.2Cr છે. એટલું જ નહી આ ટ્રકમાં જે મેઈન્ટેનન્સ ખર્ચ છે તે ડીઝલ ટ્રક કરતા પણ ઓછો આવે છે. એટલેકે ડીઝલ ટ્રકમાં વર્ષે 80 લાખ સુધી ખર્ચ આવે છે, જ્યારે આ ઈલેકટ્રીક ટ્રકમાં 20 લાખ સુધીનો જ ખર્ચ આવે છે. જેથી ઘણા પૈસા બચે છે. અને બીઝનેસ ઓનરને ફાયદો થાય છે. સાથેજ ટ્રકની સર્વીસ માટે લોકલ ડીલર સાથે પણ પાર્ટનરશીપ કરી છે, જે સર્વીસ આપશે, અને જે પાર્ટ છે તે બજારમા સરળતાથી મળી જશે.

આ ટ્રક ફૂલ ચાર્જ કરવામા આવે તથા 45 ટર્ન ના ફુલ લોડ ભરવામાં આવે તો 300 કિલોમીટર ની  રેન્જ મળશે. 16 કંપની સાથે ટાઈ અપ કરાયુ છે,ચાર્જીંગ માટે. સાથેજ ઓન બોર્ડ પણ ચાર્જીંગ ઉપલબ્ધ છે. કંપની એ પહેલી ટ્રક યુએસ મા ત્રણ વર્ષ પહેલા બનાવી હતી. અને એના અનુભવથી આ ટ્રક બનાવી છે. જે ગમે તેવા સ્લોપ પર સરળતાથી ચાલી શકશે. આ ટ્રકમાં 12 ગીયર છે. ભારતના રસ્તા અને વાતાવરણને અનુરૂપ આ ટ્રક બનાવવામાં આવી છે . અત્યાર સુધીમાં 22000 ટ્રક બુક થઈ ગઈ છે. પહેલા વર્ષમાં સેલ્સ ટાર્ગેટ 200 ટ્રકનો છે.

આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો
આ પણ ખાસ વાંચોઃ  સલમાન ખાનની લાઈફ અંગે સામે આવ્યાં સૌથી મોટા ખુલાસા, જાણીને ચોંકી જશો

Trending news