ઉત્તર ગુજરાતમાં ONGCની એન્ટ્રી બાદ પાકને મોટું નુકશાન, ખેડૂતોમાં રોષ
જિલ્લામાં જ્યારથી પણ ONGCએ ધામા નાખ્યા છે ત્યારથી જિલ્લાના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ત્યારે ક્યાંક જમીનની ફળદ્રુપતાનો સવાલ ઉભો થયો છે તો ક્યાંક યોગ્ય વળતર ન આપવાનો વિવાદ ચાલતો આવ્યો છે. આવીજ એક છેતર પિંડીની ઘટના મહેસાણાના કરસનપુરામાં સામે આવી છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: જિલ્લામાં જ્યારથી પણ ONGCએ ધામા નાખ્યા છે ત્યારથી જિલ્લાના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ત્યારે ક્યાંક જમીનની ફળદ્રુપતાનો સવાલ ઉભો થયો છે તો ક્યાંક યોગ્ય વળતર ન આપવાનો વિવાદ ચાલતો આવ્યો છે. આવીજ એક છેતર પિંડીની ઘટના મહેસાણાના કરસનપુરામાં સામે આવી છે.
મહેસાણા જિલ્લામાં ખેડૂતોની હુકમસાહિ વર્તનથી તોબા પોકારી ઉઠ્યા છે. ખેડૂતોને ઓએનજીસીથી થઈ રહેલી મુશ્કેલી સાંભળવા ઓએનજીસીના અધિકારીઓ કે જિલ્લાનું વહીવટી તંત્ર કોઈ પણ રજુઆત સાંભળવા તૈયાર નથી. રજુઆત માટે ખેડૂત જાય તો જાય ક્યાં એવો ઘાટ સર્જાયો છે. મહેસાણા જિલ્લાના કરશન પુરા ગામમાં આવી જ ઘટના સામે આવી છે. અંદાજે ફેબ્રુઆરી 2019 માસમાં જ્યારે ઓએનજીસીના કોન્ટ્રાકટર એવા આલ્ફા જીઓના માણશો આ ગામમાં આવી તેલ સંશોધન માટે ખેડૂતોના ખેતરમાં ઊંડા ખાડા કરી બ્લાસ્ટ કરવાની મંજૂરી માંગી પ્રતિ બ્લાસ્ટ ઓછામાં ઓછા 2500 થી 3000 આપવાની મૌખિક રજુઆત કરી ખેડૂતોને ભોળવીને ખેડૂતોના ખેતરોમાં સંશોધન કરી ને જતા રહ્યા હતા.
બાદમાં 6 માસ બાદ ખેડૂતોને 3000 હજારના બદલે 400થી 900 રૂપિયા સુધીના ચેક લઈને કરશનપુરા ગામમાં વિતરણ કરવા આવતા ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને આ કર્મચારીઓને ઉધડો લઈને ચેક સ્વીકારવાનો ગ્રામપંચાયતના લેટરપેડ પર યોગ્ય વળતરની માંગણી કરી ચેકનો બહિષ્કાર કરી દીધો હતો.
આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ગુજરાત ભવન’નું દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન
મહેસાણા જિલ્લામાં જ્યારથી ongcએ પગપેસારો કર્યો છે ત્યારથી આજ દિન સુધી નવી નવી સમસ્યાનો સામનો ભોળા ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ongcનો વહીવટ કેન્દ્ર લેવલથી થતો હોઈ અહીંનું સ્થાનિક તંત્ર પણ ongcની ફેવર કરતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. તો બીજી તરફ ખેડૂતો મહેસાણા પાલાવાસણા ongcની ઓફિસ પહોંચવાનો પ્રયાસ ખેડૂત કરે તો તેમને બહાર એન્ટ્રી ગેટ પર જ રોકી દેવામાં આવે છે. ત્યારે કરશનપુરાના ખેડૂતોને ongcના કોન્ટ્રાકટર એવા આલ્ફા જીઓ કંપની દ્વારા ચિટિંગ કરી 3000ને બદલે 500થી 600ના ચેક પકડાવવાની કોશિશ કરી યોગ્ય વળતર નહિ આપતા ખેડૂતો એ ચેક પરત કરી ભારે રોષ વ્યકત કર્યો છે.
અમદાવાદ: ગુજરાત હિરા ઉદ્યોગમાં 2008 કરતા પણ વઘારે ઘાતક મંદીનો માહોલ
ખેડૂતોના ખેતરમાં જ્યારે તેલ સંશોધન માટે આવ્યા હતા. ત્યારે ઉભા પાકમાં જ્યાં ત્યાં ongcના ટેન્કરો તેમજ કર્મચારી ફર્યા ત્યારે પ્રતિ વિધે 10000નું નુકશાન ઉભેલા પાકને થયું હતું. ત્યારે કમિટમેન્ટ પ્રમાણેજો 3000નું વળતર ચૂકવવામાંના આવે તો ખેડૂતોને બમણું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. અને આવનારા સમયમાં બિચારા ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સુરત: GIDC વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનામાં લાગી આગ
Ongc દ્વારા કરવામાં આવતા ઓઇલ સંશોધન વખતે નીકળતા વેસ્ટજ ઓઇલથી આજુ બાજુના ખેતરોમાં ઓઇલ ફેલાતા ફળદ્રુપતા ઘટી છે. તેમજ તેલ સંશોધન દરમિયાન કરવામાં આવતા બ્લાસ્ટથી ખેડૂતોના બોરવેલને સીધી અસર થતા બોર ફેલ થવાની સમસ્યાઓ ઉભી થઇ રહી છે. ત્યારે ongcના વિસ્તારમાં આવતા ભોળા અને બિચારા જેવી હાલત થઈ ગયેલા ખેડૂતોની વાત સાંભળવા વાળું કોઇ નથી આથી ongcના દમનનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે