ભાજપના યુવા નેતાનો VIDEO વાયરલ! બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો કર્યો એકરાર

ભાવનગર ભાજપના બુથ મેનેજમેન્ટના સેલના જિલ્લા સંયોજક વૈભવ જોષીનો એક વીડિયો વાઇરલ થયો છે. જોકે, વાઇરલ થઈ રહેલ આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. 

 ભાજપના યુવા નેતાનો VIDEO વાયરલ! બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો કર્યો એકરાર

નવનીત દલવાડી/ભાવનગર: બિન સચિવાલયની પરીક્ષામાં બહુ મોટી ગેરરીતીના આયોજનનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગર ભાજપના બુથ મેનેજમેન્ટ સેલના જિલ્લા સંયોજક વૈભવ જોષીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 36 વિદ્યાર્થીઓ પાસે 50 - 50 હજાર ઉઘરાવીને 18 લાખનું કલેકશન કર્યું હતું. વાયરલ વીડિયોમાં 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાની કબૂલાત પણ જોવા મળી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ ફોડવા માટે 2 લાખ રૂપિયા આપ્યાનો દાવો વીડિયોમાં સામે આવ્યો છે. મનપા અધિકારીને 1.5 લાખ આપ્યાની વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે.

ભાવનગર ભાજપના બુથ મેનેજમેન્ટના સેલના જિલ્લા સંયોજક વૈભવ જોષીનો એક વીડિયો વાઇરલ થયો છે. જોકે, વાઇરલ થઈ રહેલ આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. 

બિન સચિવાલયની પરીક્ષામાં બહુ મોટી ગેરરીતીના આયોજનના ઘટસ્ફોટમાં જાણવા મળતી માહિતી પ્રમાણે, વૈભવ જોષીએ બિન સચિવાલયની ગઈ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓની પાસેથી 50 - 50 હજાર લઈને 18 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પરીક્ષામાં પેપરની જવાબદારી નિભાવનાર અધિકારીઓમાં એકને દોઢ લાખ, એકને બે લાખ રૂપિયા કોઈ દખલ ના કરવાના આપ્યા હતા. પેપર સોલ્વ કરવા પરીક્ષા સેન્ટરની બાજુમાં સાત શિક્ષકો પેપર સોલ્વ કરવાના હતા. એક સવાલ દીઠ 5 હજાર રૂપિયા શિક્ષકો સાથે નક્કી કરાયા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 23, 2022

બિન સચિવાલયની પરીક્ષા રદ થતા પોતે 5 લાખના દેણામાં આવી ગયા હોવાનું વીડિયોમાં બોલી રહ્યા છે. બિન સચિવાલયની પરીક્ષામાં કઇ રીતે ગેરરીતી કરીને વિદ્યાર્થીઓને પાસ કરવાનો વીડિયો બહાર આવતા ભાવનગર જિલ્લા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. પેપર તપાસનાર ને પણ પૈસા આપ્યાનો વીડિયોમાં વાત કરી છે. જોકે, આ બધુ કર્યા છતાં પરીક્ષા રદ થઈ છે. આમ આ વાયરલ વીડિયોથી ચકચારી મચી ગઈ છે. 

તમને જણાવી દઈએ કે, 10 ફેબ્રુઆરી 2022ના રોજ પરીક્ષા રદ થઈ હતી. ભાવનગરના તળાજામાં શાળા હતી. તેમાં બેસવાના હતા તેમની પાસેથી પૈસા લીધા હોવાની વિગતો મળી રહી છે. 35થી 36 લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. ભાવનગરના જિલ્લા ભાજપ કાર્યકર સ્કૂલ ચલાવે છે અને આ પ્રકારે વીડિયોમાં તેમણે વિગતો જણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news