આ દવાઓ ખાતા હોય તો સાવધાન, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ નીકળ્યા

ગુજરાત ફાર્માસ્યુટિકલનું હબ ગણાય છે. પરંતું એવા સમાચાર આવ્યા છે કે, ફાર્માસ્યુટિકલનો પાયો હચમચી જાય. ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ નીકળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 દવા ગુણવત્તામાં ખરી ઉતરી નથી. 

આ દવાઓ ખાતા હોય તો સાવધાન, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ નીકળ્યા

Gujarat News : ગુજરાત ફાર્માસ્યુટિકલનું હબ ગણાય છે. પરંતું એવા સમાચાર આવ્યા છે કે, ફાર્માસ્યુટિકલનો પાયો હચમચી જાય. ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ નીકળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે, ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 દવા ગુણવત્તામાં ખરી ઉતરી નથી. 

જાન્યુઆરી 2022 થી લઈને ફેબ્રુઆરી 2023 સુધી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા દેશભરની દવા કંપનીઓ દ્વારા કેટલાક દવાના નમૂના લેવામા આવ્યા હતા. જેમાં ગુજરાતની કેટલીક ફાર્મા કંપનીઓની દવાના સેમ્પલ લેવાયા હતા. દેશભરમાંથી કુલ 600 જેટલા દવાના સેમ્પલ લેવાયા હતા, અને તેનુ ટેસ્ટીંગ કરાયું હતું. જેમાં સૌથી વધુ ગુજરાતની 35 કંપનીઓના નમૂના માપદંડમાં ખરા ઉતર્યા નથી. આ દવાઓમાં બાળકોને અપાતી તાવ, ઉલટી, માથાનો દુઃખાવો, વિટામિન, એલર્જી અને સગર્ભાઓને અપાતી દવાઓ પણ સામેલ છે. 

એક તરફ ગુજરાત જ્યારે ફાર્મા હબ બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે આ ખબર ચોંકાવનારા છે. ગુજરાતની આ કંપનીઓના નમૂના ફેલ ગયા હોવા છતાં તેના પર હજી સુધી કોઈ એક્શન લેવાયુ નથી. 

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં નશીલી દવાનો પણ ઉપયોગ વધતો હોય તવું પણ જણાઈ રહ્યું છે જે બાબતે પણ કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડી દવા જપ્ત કરી રહ્યું છે.

ગુજરાતની 35 જેટલી કંપનીઓની દવાઓને રાજ્ય બહારના સીડીએસસીઓએ નક્કી માપદંડોમાં અયોગ્ય ઠેરવી છે. તેમાંથી કેટલીક કંપનીઓ એવી છે, જેમની દવાઓની એક નહીં પણ બેથી વધુ બેચ માપદંડમાં અયોગ્ય ઠરી છે. આમ છતાં, આ કંપનીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ થકી ગુજરાત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો હતો. તેમાં કોર્ટ તરફથી પણ અનેક કંપનીઓને નોટિસ મોકલીને પીઆઈએલનો જવાબ માંગવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news