નર્મદામાં સીઆર પાટિલ કહ્યું; 'માં નર્મદાના તટે રેલી કાઢી મને એમ હતું કે રેલી હશે, પણ ખૂબ મોટો રેલો નીકળ્યો'

ભાજપ પણ આદિવાસી મતદારોને રિઝવવા એડીચોટીનો જોર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના અંતર્ગત પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

નર્મદામાં સીઆર પાટિલ કહ્યું; 'માં નર્મદાના તટે રેલી કાઢી મને એમ હતું કે રેલી હશે, પણ ખૂબ મોટો રેલો નીકળ્યો'

જયેશ દોશી/નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરની ગાદી પર બેસવા માટે આદિવાસી મતો વિના ચાલે એમ નથી, માટે આદિવાસી મતો માટે સમરાંગણ સર્જાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજકીય પાર્ટીઓ જાતિજ્ઞાતિના સમીકરણો પર ભાર મુકી રહી છે. 

ભાજપ પણ આદિવાસી મતદારોને રિઝવવા એડીચોટીનો જોર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના અંતર્ગત પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. નર્મદા જિલ્લાને બીટીપીનો ગઢ માનવામાં આવે છે. 182ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપે આદિવાસીઓને રીઝવવા કવાયત શરૂ કરી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 30, 2022

નર્મદામાં સીઆર પાટીલ આજે જણાવ્યું હતું કે, માં નર્મદાના તટે રેલી કાઢી મને એમ કે રેલી હશે પણ ખૂબ મોટો રેલી નીકળ્યો છે. આખા ગુજરાતમાં આ ખૂબ મોટો રેલો જોઈ સામે વાળાને ઉમેદવાર નહિ મળે. એટલે ઉમેદવારી નહિ કરે અને બીજેપીમાં જોડાઈ જશે. પ્રધાનમંત્રી આદિવાસી ઉત્કર્ષની વાત કરે છે. આદિવાસી ભાઈઓ આજે પ્લેન લઈને ઊંડે છે. આદિવાસીઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની BJP સરકાર કામ કરે છે.

પાટિલે જણાવ્યું હતું કે, રાજપીપળામાં ૧૦ કરોડનાં ખર્ચે સાયન્સ સેન્ટર મંજૂર થયું. નર્મદામાં એક સાથે ૧૦ કરોડ મંજૂર કર્યા તે બદલ સીએમને અભિનંદન... દરેકને લોકોને પાકા રસ્તા આપ્યા હવે ખેતરને સિંચાઇ અને કાચા રસ્તા માટે બીજેપી તૈયારી કરીને બેઠી છે. નર્મદા તટે દરેક ખેતરને પાણી પણ મળશે. પાટિલે જણાવ્યું હતું કે, આજથી 100 વર્ષ પહેલાં બીમારી નહિ પણ ભૂખમરાથી લોકો મર્યા હતા, પણ આ કોરોના કાલમાં વેક્સિનની શોધ થઈ અને આપડે સલામત છીએ. દરિયાઈ માર્ગે બંધ હતો છતાં આપણા દેશનાં વિજ્ઞાનિકોએ વેક્સિન શોધી. એ મોદી સાહેબની કુનેહ છે. તેમણે દરેકને મફત વેક્સિન આપી. દેશનાં દરેક લોકોને સુરક્ષિત કર્યા, તેમણે એક નહિ બે ડોઝ નહીં પણ પિકોશન ડોઝ આપીને લોકોને સુરક્ષિત કર્યા છે. 

સીઆર પાટિલે જણાવ્યું હતું કે, 2014 પહેલાના પ્રધાનમંત્રી ધીમી ગતિનાં સમાચાર હતા. તેમના સમયમાં કોરોના આવ્યો હોત તો તેઓ પાંચ વર્ષ કશું વિચારતા નહિ. પણ સદનસીબે 2014 માં મોદી સાહેબ પીએમ હતા અને એના કારણે આપણો જીવ બચી ગયો. આજે પણ આપણને બે વર્ષથી મફત રાશન મળે છે. જેને કારણે એક પણ વ્યક્તિ ભુખો સૂતો નથી. મોદી સાહેબની આ યોજનાને કારણે દરેકને ભોજન મળે છે. કોઈ દેશે મફત વેક્સિન કે અનાજ મફત આપ્યું નથી. ઉપરાંત પાડોશી દુશ્મન દેશોથી પણ બચાવ્યા છે. આતંકવાદી હુમલાઓને સાફ કર્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, પહેલા પણ આજ પોલીસ અને આ જવાન હતા, પણ સરકાર પાસે વાત કરવાની હિંમત ન હતી. મોદી સરકારે દેશને સુરક્ષિત કર્યો. મોદી સાહેબ દેશને સુરક્ષિત કરવા હંમેશાં પ્રયત્નશીલ છે. આપ સહુને વિનંતી કરવાની કે ભૂપેન્દ્ર પટેલ અને મોદી સાહેબની દરેક પેજ સમિતિનાં સભ્યોએ તાકાત બતાવવાની છે. મોદી સાહેબનાં અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નીકળી પડ્યો છે, એને બાંધવાની રોકવાની કોઈની તાકાત નથી કેમ કે આટલી મોટી સેના તેનું રક્ષણ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં આજે મેસેજ આપ્યો છે કે જિલ્લાના આદિવાસી સભ્યો બીજેપીની પડખે છે તમને અભિનંદન...દરેક લોકો અલગ અલગ કામનું સૂચન કરે છે તે બધા કામો આપણે પુરા કરીશું. કાલે પણ દરેક કાર્યકર્તાઓને મળીને તેમણે સાંભળીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news