અમેરિકાથી અ'વાદ પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના કેસમાં સૌથી મોટો ખુલાસો:સેન્સરમાં પણ ન ઝડપાય તેવું હતું મેજીક ડ્રગ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ- અલગ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામાં પર 300થી વધુ વખત ડ્રગ્સ મંગાવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.

અમેરિકાથી અ'વાદ પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના કેસમાં સૌથી મોટો ખુલાસો:સેન્સરમાં પણ ન ઝડપાય તેવું હતું મેજીક ડ્રગ

ઉદય રંજન/અમદાવાદ: ડાર્ક વેબની મદદ લઈ વિદેશથી એર કાર્ગોમાં ડ્રગ્સ મગાવનાર મુખ્ય આરોપી વંદિત પટેલે બે વર્ષમાં 50 અલગ અલગ સરનામાં પર 300 વાર ડ્રગ્સની ડિલિવરી મગાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ એ 10 કરોડ નો વ્યાપાર કરો છે જેમાંથી 4 કરોડ ક્રિપ્ટો કરન્સીથી વ્યવહાર કર્યો છે. વિદેશમાં ડાર્ક વેબ મારફત વેબસાઈટ પરથી ડ્રગ્સ ડિલરનો સંપર્ક કરી એર કાર્ગો મારફત ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા સેટેલાઇટના વંદિત પટેલની સહિત તેના સાગરીત પાર્થ શર્મા, સંજય ગીરી ગોસ્વામી અને ઝીલ પરાતેની ધરપકડ કરવામાં આવી હતી. જેની વધુ પુછપરછ માં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ- અલગ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામાં પર 300થી વધુ વખત ડ્રગ્સ મંગાવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્લિકેશન પર જ ગ્રાહકોનો સંપર્ક કરી ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યુ છે. ગુજરાત અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને જ ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની પણ વિગતો સામે આવી છે.

વિદેશથી ડ્રગ્સ મંગાવા માટે વંદિત પટેલ કેવી રીતે કરતો હતો ડાર્ક વેબનો ઉપયોગ?
અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર  યાદવે જણાવ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર વંદિત ભરતભાઈ પટેલ પોતાના મોબાઇલ તથા લેપટોપની મદદથી ડાર્ક વેબ પર અલગ-અલગ ડ્રગ્સ સાઈટનું સર્ચિંગ કરી એના પર રહેલા અલગ-અલગ માર્કેટ જેવા કે ગ્લેન રિલેય ટુડીયોઝ-કેલિફોર્નિયા (યુ.એસ.એ) {GLEN RILEY STUDIOS-CALIFORNIA (USA), લાઈફ ચેજીસ હેલ્થ કેર કેલિફોર્નિયા (યુ.એસ.એ) {LIFE CHANGES HEALTH {CARE, CALIFORNIA, (USA) } ઉપર ડ્રગ્સ ડિલર નો સંપર્ક કરી “વીકર મી {WICKR ME}","2014 22 {SNAPCHAT}," 261211H4 {TELEGRAM}" જેવી અતિગુપ્તતા ધરાવતી એપ્લિકેશન મારફત ચેટિંગ કરી ક્રિપ્ટો કરન્સી મારફત પેમેન્ટ કરી ડ્રગ્સ એર કાર્ગોમાં માગવી લેતો હતો. 

કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાત, રાજસ્થાન સહિતનાં 50 થી પણ વધારે નામ-સરનામાં પર પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સનો જથ્થો માગતો હતો, જેમાં લોકોને નાણાકીય લાલચ આપી અંદાજે 300થી વધારે વખત નશાકારક ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી. આવા નામ-સરનામાં ઇસમોને પૂછપરછ કરી ગુનાના મૂળ સુધી જવા માટે ઊંડાણપૂર્વક તપાસ તજવીજ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી વંદિત પટેલ લાંબા સમય સુધી બંધ મકાનને ટાર્ગેટ કરી તેવા મકાનનાં નામ-સરનામાં પર નશાકારક ડ્રગ્સનો ઓર્ડર આપી પાર્સલ રિટર્ન સમયે તેને ટ્રેકિંગ આઈડી. દ્વારા ટ્રેક કરી ડિલિવરી એજન્ટને રૂબરૂ મળી આવા ડ્રગ્સ પાર્સલની ડિલિવરી મેળવતો હતો.

ગુજરાતના અમદાવાદ શહેર, કલોલ તથા રાજસ્થાનના જયપુર, ઉદેપુર ના અલગ નામ-સરનામાં મળી 50થી પણ વધારે નામ-સરનામાં પર અંદાજે 300થી પણ વધારે વખત સદર પ્રતિબંધિત ડ્રગ્સની ડિલિવરી મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા વિદેશ જેવા કે યુ.એસ.એ, નેધરલેન્ડ દેશોમાંથી બાય એર કાર્ગો કુરિયર મારફતે મેળવ્યો હતો.

બે વર્ષમાં આરોપીએ 100 કિલો ડ્રગ્સનો જથ્થો મેળવ્યો છે 
આરોપી વંદિત પટેલે છેલ્લા બે વર્ષમાં મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા વિદેશમાંથી મળીને અંદાજે રૂપિયા 8થી 10 કરોડનો 100 કિલો જેટલો અલગ અલગ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો છે, જેમાં ડ્રગ્સ મગાવવામાં ઇથેરિયમ, લાઈટ કોઈન, બીટકોઈન જેવી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી મારફત 4 કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ને ક્રિપ્ટો કરન્સી ના વ્યવહાર ના ટ્રેક રેકોર્ડ પણ મળી આવ્યા છે 

વેબસાઈટ મારફત ડ્રગ્સના પાર્સલનો ઓર્ડર આપતા
આરોપી વંદિત પટેલ દ્વારા વિદેશમાંથી II puffhomedelivery.com,Login : PuffHomeDelivery, Online Community, PuffHomeDelivery : Login - Hashish Discount Buds Super Premium Buds Honey Oil & Phoenix Tears Premium Buds Send ATM Card Store Credit & GCs Cannabis Concentrates Magic Mushrooms puffhomedelivery.com” વેબસાઈટ મારફત કૂલ 27 જેટલા ડ્રગ્સના પાર્સલનો ઓર્ડર આપેલો હતો, જે પૈકી 3 ઓર્ડર ની ડિલિવરી કરવામાં આવેલી છે અને બાકીના ઓર્ડર કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ શંકાસ્પદ બાબતને કારણે સીઝ કરેલી છે. જે શંકાસ્પદ પાર્સલો બાબતે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા નો સંપર્ક કરી એ તમામ પાર્સલો બાબતે તપાસ કરવામાં આવશે. 

ડાર્ક વેબ નો ઉપયોગ કરી વિદેશમાં ડ્રગ્સની ડિલિવરી કરી
મુખ્ય આરોપી વંદિત પટેલ દ્વારા ડાર્ક વેબ અને ઇન્ટરનેટ નો દુરુપયોગ કરી પોતાના મિત્રો જે વિદેશમાં સ્થાઈ છે જેમાં ન્યૂઝીલેન્ડ તથા શાંઘાઈ ખાતે રહેતા મિત્રોને પણ કેલિફોર્નિયા-અમેરિકાથી નશાકારક ડ્રગ્સની ડિલિવરી કરેલ હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. આરોપીનાં મોબાઈલ, લેપટોપ ઉપરાંત તેના નશાકારક ડ્રગ્સ રાખવાના અડ્ડા પર પણ તપાસ કરી વિદેશથી આવેલા પાર્સલ ખાલી બોક્સ,પાર્સલ ઉપર લખેલા ભારતીય એડ્રેસ, ડ્રગ્સ છુપાવવા માટે ઉપયોગમાં લીધેલી જુદી જુદી વસ્તુઓ, ક્રિપ્ટો ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી એવા અલગ અલગ કયું. આર.કોડ પ્રિન્ટ સહિતની તમામ ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે, એ બાબતે ફોરેન્સિક મદદ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવાની તજવીજ ચાલી રહી છે. 

આરોપીઓ જેવા ગ્રાહક એવા ડ્રગ્સ આપતો હતો જેમાં સેક્સ પાવર વધારવા માટે નું ડ્રગ્સ પણ હતો સાથે જ કોઈ ગ્રાહક ને સ્પીર્યુચિલ અનુભવ કરવો હોય તો એ ગ્રાહક ને એવા પ્રકાર નું ડ્રગ્સ સપ્લાય કર્યો હતો ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસ આરોપી વંદિત પટેલ એ ડ્રગ્સ ની સપ્લાય કરી ને કરોડો ની મિલ્કત સહીત સોનાની પણ ખરીદી કરી હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news