Cyclone Biparjoy: વાવાઝોડાએ સ્પીડ પકડતાં લોકોમાં ભય ફેલાયો; બે ગણી સ્પીડ વધારી, તોફાની પવન ફૂંકાતાં સૂનકાર

Cyclone Biparjoy: વાવાઝોડું કચ્છના જખૌથી 95 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્રારકાથી 150 કિમી દૂર છે.તો કચ્છના નલિયાથી 140 કિમી દૂર  છે. જ્યારે પોરબંદરથી 220 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. 

Cyclone Biparjoy: વાવાઝોડાએ સ્પીડ પકડતાં લોકોમાં ભય ફેલાયો; બે ગણી સ્પીડ વધારી, તોફાની પવન ફૂંકાતાં સૂનકાર

Cyclone Biparjoy: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. અને એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક  બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. 

હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 95 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્રારકાથી 150 કિમી દૂર છે.તો કચ્છના નલિયાથી 140 કિમી દૂર  છે. જ્યારે પોરબંદરથી 220 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. 

કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.

સાંજના સમયે જખૌ પોર્ટની નજીક બિપરજોય વાવાઝોડું ત્રાટક્શે, ત્યારે ભારે પવન સાથે અતિભારે વરસાદ થશે. વાવાઝોડાની આઈનો ઘેરાવો 50-60 કિલોમીટરનો રહેશે. લેન્ડફોલ બાદ 3 કલાક  અસર દેખાઈ શકે છે. જામનગર, કચ્છ, દ્વારકામાં સૌથી વધુ અસર દેખાશે. આજે 125 KMPHની ગતિએ પવન ફૂંકાશે. સતત ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news