Biporjoy Cyclone: પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્ર સરકાર તરફથી મદદની આપી ખાતરી

Biporjoy Cyclone કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ મેનેજમેન્ટ સમિતિ (એનસીએમસી) એ આજે અરબ સાગરમાં ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને કેન્દ્રીય મંત્રાલયો તથા વિવિધ એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

Biporjoy Cyclone: પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્ર સરકાર તરફથી મદદની આપી ખાતરી

અમદાવાદઃ ગુજરાતમાં સમુદ્રી ચક્રવાત તોફાન બિપરજોય આવવાનું છે. રાજ્યનો સમુદ્રી વિસ્તાર એલર્ટ મોડ પર છે. તંત્ર સતત સાવચેતીના પગલા ભરી રહ્યું છે. ગુજરાતમાં 15 જૂને બપોરે સમુદ્રી તોફાન કચ્છના માંડવી અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન 100 કિમી પ્રતિ કલાકની વધુની ગતિએ પવન ફુંકાઈ શકે છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી યોગ્ય મદદની ખાતરી આપી છે. 

પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી વાત
ગુજરાતમાં 15 જૂને બપોરે સંભવિત વાવાઝોડું બિપરજોય આવી રહ્યું છે. રાજ્યમાં તંત્ર એલર્ટ મોડ પર છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને જોતા આજે દિલ્હીમાં પીએમ મોદીએ મહત્વની હેઠક યોજી હતી. પીએમ મોદીએ વાવાઝોડાની સમીક્ષા કરી અધિકારીઓને યોગ્ય નિર્દેશ આપ્યા હતા. તો રાત્રે પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ટેલીફોનિક વાતચીત કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા મદદની ખાતરી આપી હતી. 

— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2023

પીએમ મોદીએ આપ્યા નિર્દેશ
પીએમ મોદીએ ચક્રવાત બિપરજોય પર એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને ગૃહમંત્રાલયના અધિકારીઓ હાજર હતા. પીએમ મોદીએ કહ્યું કે નુકસાન થવાની સ્થિતિમાં તત્કાલ મમદ માટે તૈયારીઓની સાથે જરૂરી સેવાઓ નક્કી કરો. ગૃહમંત્રાલય દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તોફાન 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. આ દરમિયાન 125-140 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

IMDના ડાયરેક્ટર જનરલે બિપરજોય પર શું કહ્યું?
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશામાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને 14 જૂન પછી તેની દિશા બદલશે. 15 જૂનની બપોર સુધીમાં 125-135 કિમી/કલાકની ઝડપે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકશે. 14-15 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news