પવાર પરિવારને ઘરે પારણું તો બંધાયું, પણ ચિચયારીઓ ન સંભળાઈ! આ રીતે વ્હાલસોયા દીકરાને મળ્યું નવું જીવન
વડોદરા શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં આવસના મકાનમાં રહેતા પરિવારનો ઈશાન પવાર નામનો 6 વર્ષનો બાળક જન્મથી બોલી અને સાંભળી શકતો નહોતો, ત્યારે વડોદરાના વૉર્ડ નંબર.3ના કોર્પોરેટર ડો. રાજેશ ભાઈ શાહના કારણે તે આજે બોલી અને સાંભળી શકે છે.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ સ્થિત આવાસના મકાનમાં વસવાટ કરતા મધ્યમ વર્ગીય પવાર પરિવારને ઘરે પારણું તો બંધાયું પરંતુ દીકરાના જન્મ બાદ ઘરમાં તેની ચિચયારીઓ ન સંભળાઈ.હવે જ્યારે એક માંને ખબર પડે કે તેની કૂખે જન્મેલો ફૂલ જેવો દીકરો કાઈ સાંભળી કે બોલી નથી સકતો, ત્યારે તે માં પર શું વીતી હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. વર્ષોથી પોતાના બાળકના મોઢેથી માં શબ્દ સાંભળવા તરસી રહેલી એક માતાના કાનને હવે સુકુન મળ્યું છે કારણ કે જન્મથી જ સાંભળી બોલી ન શકનાર તેના વ્હાલસોયા દીકરાને નવું જીવન દાન મળ્યું છે.
વડોદરા શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં આવસના મકાનમાં રહેતા પરિવારનો ઈશાન પવાર નામનો 6 વર્ષનો બાળક જન્મથી બોલી અને સાંભળી શકતો નહોતો, ત્યારે વડોદરાના વૉર્ડ નંબર.3ના કોર્પોરેટર ડો. રાજેશ ભાઈ શાહના કારણે તે આજે બોલી અને સાંભળી શકે છે.
ગરીબ પરિવારમાં જન્મેલો ઈશાન જન્મથી જ સાંભળી અને બોલી શકતો નહોતો. પરિવારે બધા પ્રયત્નો કર્યા તમામ હોસ્પિટલમાં લઇ લઇને ફર્યા પણ આખરે દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી. તેમ છતાં પણ પરિવારને એક આશા હતી કે ઈશાન ક્યારેક તો સાંભળશે અને બોલશે. ઈશાનને લઇ પરિવાર ખૂબ જ દુઃખમાં હતો અને પરીવારને ઈશાનની ચિંતા હતી. ઈશાનને કોઈ સમજી શકે તેવું નહોતું અને કોઈ સમજાવે તેની ખબર પણ નહોતી પડતી. પરિવાર ઈશાનની આ જન્મ જાત ખોડખાંપણથી શરૂઆતથી જ આઘાતમાં હતો. પરંતુ કહેવત છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં. આ કહેવત અહીંયા સાર્થક થતી દેખાય છે.
જાણે કુદરત તેમનાથી નારાજ હોય તેમ સમજી હતાશ થયેલા માતાપિતા સ્કૂલ હેલ્થનો એક કાર્યક્રમમાં પોતાના પુત્ર ઈશાનને લઈને ગયા હતા. ત્યારે આ વાત ડો.રાજેશ શાહના ધ્યાને આવી અને તેઓએ બાળકની ચિંતા કરી તેની શારીરિક ચકસણી હાથ ધરી હતી. તેઓએ પણ માનવતા દાખવી અને એક કોર્પોરેટર તરીકે નહીં પણ માનવીય અભિગમ દાખવી ઈશાન સાંભળી શકે અને બોલી શકે એ માટે તેની સારવાર કરવાનું શરૂ કર્યું અને આખરે તેમને ધ્યાને આવ્યું કે ઈશાનને જન્મ થી જ કાનમાં રહેલા સ્વર વાહિનીના હાડકાનો વિકાસ થયો નથી. જેના કારણે તે સાંભળી શકતો નથી અને તે સાંભળી ન શકવાને કારણે બોલી પણ શકતો નથી.
તેથી ડોકટર દ્વારા તેને સૌ પ્રથમ તેના કાનની સારવાર કરવાનું વિચાર્યું અને તેને કાનમાં સાંભળવાનું મશીન લાવવા માટે કહ્યું ત્યારે પરિવાર ઈશાનની આ ખોડથી આર્થિક અને માનસિક બંને રીતે ભાગી પડ્યો હતો. જેથી ડોક્ટરે પણ માનવતા દાખવી તેને સાંભળવા માટેનું મશીન લાવી આપ્યું અને આ મશીનની મદદથી ઈશાન સાંભળતો થયો અને ડોકટરે પણ સારવાર ચાલુ જ રાખી અને ઈશાન સાંભળવાને લીધે બોલતો પણ થયો. આમ ઈશાનને સંભળાતું ન હોવાને લીધે તે બોલી શકતો નહોતો, પરંતુ ડોક્ટર રાજેશ શાહની માનવતા મહેનત અને અથાગ પ્રયત્નોથી તે આજે બોલી અને સાંભળી શકે છે. જેથી પરિવારમાં પણ ઈશાનના બદલાવને લઇ તેમજ તેના ઉજવળ ભવિષ્યને લઈને આશાની કિરણ જાગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે