નાણામંત્રીએ અઢી કલાક સુધી માત્ર મુંગેરીલાલનાં સપના દેખાડ્યાં: ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ કેન્દ્ર સરકારના બજેટને આઘાતજનક  ગણાવ્યું. મોઢવાડીયાએ કહ્યુ કે, બજેટ સ્પીચ ઐતિહાસિક કહી શકાય એટલી લાંબી હતી. ભારતની સમસ્યા અંગે બજેટ નેગેટિવ રહ્યુ હતું. બેરોજગારી ચરમસીમાએ, ખેડૂતોની આવક બમણી કરવાને બદલે અડધી થઈ ગઈ છે. માટે નિરાશાજનક બજેટ છે. PPP ના નામ હેઠળ શિક્ષણ અને આરોગ્ય તથા રેલવેની ખાનગીકારણની દિશા નક્કી કરી રહી છે.  LIC સહિતના પબ્લિક સેક્ટર યુનિટોને વેચવા કાઢવાનું પગલું સરકાર ભરી રહી છે. 

નાણામંત્રીએ અઢી કલાક સુધી માત્ર મુંગેરીલાલનાં સપના દેખાડ્યાં: ગુજરાત કોંગ્રેસ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ કેન્દ્ર સરકારના બજેટને આઘાતજનક  ગણાવ્યું. મોઢવાડીયાએ કહ્યુ કે, બજેટ સ્પીચ ઐતિહાસિક કહી શકાય એટલી લાંબી હતી. ભારતની સમસ્યા અંગે બજેટ નેગેટિવ રહ્યુ હતું. બેરોજગારી ચરમસીમાએ, ખેડૂતોની આવક બમણી કરવાને બદલે અડધી થઈ ગઈ છે. માટે નિરાશાજનક બજેટ છે. PPP ના નામ હેઠળ શિક્ષણ અને આરોગ્ય તથા રેલવેની ખાનગીકારણની દિશા નક્કી કરી રહી છે.  LIC સહિતના પબ્લિક સેક્ટર યુનિટોને વેચવા કાઢવાનું પગલું સરકાર ભરી રહી છે. 

દેશની સંપત્તિને વેચનારું બજેટ દેવાળીયું કાઢનારું બજેટ છે. અત્યારનું બજેટ આઘાતજનક છે. ભાજપની સરકાર અને સંગઠનમાં વડીલો જ નહીં પણ નિષ્ણાતોનો પણ દુષ્કાળ પડ્યો છે. ખેડૂતો અને નાના કરદાતાઓ માટે બજેટમાં કોઈ રાહત નથી. નાના વેપારીઓને પ્રોત્સાહન માટે બજેટમાં કઈ નથી લોકોની ખરીદશક્તિ વધે તે માટે કોઈ પગલાં નથી લેવાયા મૂડીરોકાણ આકર્ષવા માટેના કોઈ પગલાં બજેટમાં લેવાયા નથી. 

બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બજેટ અંગે જણાવ્યું કે, સરકાર દ્વારા તમામ વર્ગોને રાહત રૂપી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકારના આ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા આ બજેટને ફક્ત વાયદા જુમલા અને સ્વપ્નનું બજેટ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકારે માત્ર હથેળીમાં ચાંદ દેખાડ્યાં છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે બજેટ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા રજુ કરવામાં આવેલું બજેટ મુંગેરીલાલના સપના સમાન છે. આ બજેટમાં માત્ર સ્પિચ જ ઐતિહાસિક છે. બજેટમાં જે મુંગેરીલાલનાં સપના દખાડ્યા છે તે ક્યારે પણ પુરા થવાનાં નથી, યુવાનો અને ખેડૂતો માટે બજેટમાં કાંઇ જ નથી. ખેડૂતો છેલ્લા 6 વર્ષથી દુખી છે. તેમના માટે નવી યોજનાની કોઇ ન તો શરૂઆત કરવામાં આવી છે, કે ન તો કોઇ પ્રાવધાન કરવામાં આવ્યું છે. દેશની અર્થવ્યવસ્થા ખસ્તા છે, જો કે તેને પાટા પર લાવવા માટેની કોઇ વ્યવસ્થા નથી. અઢી કલાક સુધી નાણામંત્રી બોલ્યા પરંતુ તેનો શું અર્થ છે તેની તેમને પોતાને પણ ખબર નથી. 

(ઇનપુટ: ગૌરવ પટેલ, હિતેન વિઠલાણી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news