ભાજપના નેતાઓએ જમીન માપણી કરતા પણ મોટું કૌભાંડ અમૂલમાં કર્યું : અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ ભાજપના નેતા બાબુ બોખરિયા પર અમૂલના એમ.ડી સાથે રાખીને કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો

ભાજપના નેતાઓએ જમીન માપણી કરતા પણ મોટું કૌભાંડ અમૂલમાં કર્યું : અર્જુન મોઢવાડિયા

અમદાવાદ: કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ  GPPCC ખાતે  પત્રકાર પરિષદ કરીને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જમીન માપણી કરતા અનેક ગણું મોટું કૌભાંડ અમૂલમાં થઇ રહ્યું છે. બાબુ બોખરિયા પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતના 36 લાખ ખેડૂતો પર અત્યાચાર કરીને કામધેનું એન્ટરપ્રાઇઝની કંપની બનાવામાં આવી છે. જેનાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નકશાન થઇ રહ્યું છે. પશુ પાલકોને દૂધના પુરતા ભાવ મળતા નથી. આ તમામ પ્રકારનું કૌભાંડ અમૂલના ચેરમેન સાથે મળીને જ કરવામાં આવી રહ્યું છે. ઓછી ગુણવત્તા વાળી કામધેનું એન્ટરપ્રાઇઝની પ્રોડક્ટસને અમૂલના સિક્કા મારીને વેચવામાં આવી રહ્યા છે. વધુમાં ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતાઓ ખેડૂતો સાથે દગો કરીને વચેટિયાઓ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. 

ભાજપના નેતાઓને હલકા અને હરામી: મોઢવાડિયા 
પત્રકાર પરિષદમાં મોઢવાડિયાએ કર્યું કે ભાજપના નેતાઓ હલકા અને હરામી છે. કામધેનું કંપની દ્વારા બનાવામાં આવતી દૂધની પ્રોડક્ટ પર અમૂલનો સિક્કો મારીને વેચવામાં આવે છે. આ કૌભાંડના ઉલ્લેખ કરતા કહ્યું કે, બાબુ બોખરિયાના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી સાથે મળી બોબુબોખરિયાએ 1 ઓગસ્ટ અને 6 ઓગસ્ટના દિવસે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં અમૂલના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્ય રજિસ્ટ્રર પર દબાણ કરી ભાવ નક્કી કરવા કહ્યું હતું. અમૂલ પેર્ટનની સામે ભાજપની કામધેનું એન્ટરપ્રાઇઝની કંપનીને પરમીશન આપી દઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news