પાટીલને બદનામ કરવામાં ભાજપના જ મોટાગજાના નેતા સુધી પહોચ્યો રેલો, આખરે કોની સંડોવણી?

CR Paatil Case : ભાજપના પ્રદેશ પ્રમુખને બદનામ કરવામાં પકડાયેલા જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું 
 

પાટીલને બદનામ કરવામાં ભાજપના જ મોટાગજાના નેતા સુધી પહોચ્યો રેલો, આખરે કોની સંડોવણી?

Surat News સુરત : ભાજપના નેતાઓ તથા કાર્યકરો અને પ્રદેશ પ્રખુશ વિશે આપત્તિજનક ઉચ્ચારણ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સીઆર પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માગવાના કેસમાં અમદાવાદના આરોપી જિનેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં રેલો ભાજપના જ એક મોટાગજાના નેતા સુધી પહોંચ્યો છે. તપાસમાં જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ફરી સવાલ ઉઠ્યો છે કે શું ભાજપમાં જ આંતરિક ડખા છે. શું સીઆર પાટીલને બદનામ કરવાનો રેલો પૂર્વમંત્રી ગણપત વસાવા સુધી પહોંચશે? આ નેતાના સમર્થકોની સંડોવણી ખૂલી પડી છે. 

ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વિરૂદ્ધનાં પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી ફંડનાં દુરૂપયોગ અંગે ગંભીર આરોપો સાથે પત્રિકા ફરતી કરાઇ હતી. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહ નામના યુવકની ધરપકડ પણ કરાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાજપના કેટલાક કાર્યકર્તાઓની પૂછપરછ પણ કરાઈ રહી છે. ત્યારે સુરત જિલ્લાના એક દિગ્ગજ નેતાને સુરત ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે કાંઈ બોલવા તૈયાર નથી. પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી છે. 

જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અટોદરિયાને જવાબ લખાવવા બોલાવ્યા હતા. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં અંદરખાને ભાજપમાં જૂથબંધી હોવાનું ખૂલી રહ્યું છે. જે બતાવે છે કે, ભાજપમાં આંતરિક ડખા છે. સવાલ એ છે કે શું આ કેસનો રેલો ગણપત વસાવા સુધી આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગણપત વસાવાએ સ્પષ્ટતા કરી કે, મને આ બાબતની જાણ થઈ છે, પણ મારો તેમાં કોઈ રોલ નથી. પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી, પછી મેં પાટીલ સાથે રૂબરૂ મળીને જેની સંડોેવણી હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. ઘટનામાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ સાથે મારો સંપર્ક નથી.

 

શું હતો મુદ્દો 
બન્યું એમ હતું કે, હોમટાઉનમાં જ ભાજપ પ્રમુખ પાટીલ પાસે 8 કરોડ ખંડણી માંગનાર પકડાયો હતો. ચૂંટણીમાં 80 કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ મૂક્યો હતો. જીનેન્દ્ર શાહે વીડિયો વાઇરલ કર્યો હતો. 80 કરોડ ચાઉં કર્યાનો આક્ષેપ અમદાવાદના યુવકે કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની નિલેશભાઇ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી. જીનેન્દ્રએ 30-08-2022ના રોજ વીડિયો વાઇરલ કર્યો હતો. આવી અનેક ચૂંટણીમાં પાટીલે કેટલા કૌભાંડ કર્યા હશે તેની રજૂઆત કરવાની સાથે ભાજપ અને પાટીલ વિરુદ્ધ અપશબ્દો તેમજ બદનક્ષી થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.

મૂળ યુપીના વેપારીએ અમદાવાદના આરોપી જીનેન્દ્ર શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જીતેન્દ્ર સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ઈપીકો 384, 500, 504, 501 વગેરે કલમોના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જેમાં જીનેન્દ્ર શાહે ભાજપને ગુંડાઓ તથા ભ્રષ્ટાચારીઓની પાર્ટી ગણાવી હતી. તેણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા ભાજપના નેતાઓ વિરુદ્ધ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્ોય હતો. તેમજ તે બીજી પાર્ટીઓનો સંપર્ક પણ કરતો હતો. અન્ય પાર્ટીઓ દ્વારા આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news