extortion

બિહારથી પણ બદતર બન્યું સુરત, માત્ર ચાર હજારની ખંડણી માટે ગુંડાઓએ કારખાનેદારને માર માર્યો

સુરત જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. મંડપ ડેકોરેશનના માલિકે તહેવાર ટાણે વાપરવા માટે રૂપિયા નહિ આપતા તેના પર ત્રણથી ચાર લોકો ચપ્પુ વડે તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેસ થઈ ગઈ હતી.

Nov 19, 2021, 07:42 AM IST

સુરત બન્યું ગુનાખોરીનું ઘર : વેપારી પાસેથી 3 કરોડની ખંડણી માંગવામા આવી

સુરત જેમ પ્રગતિ કરી રહ્યું છે અને આર્થિક પાટનગર બની ગયું છે, તેમ ક્રાઇમ સિટીના રેસમાં સૌથી આગળ સુરત વધી રહ્યું છે. મુંબઈમાં જે રીતે વેપારી હોય કે બિલ્ડર પાસેથી ખંડણી માટે ફોન અથવા તો ધમકાવવામાં આવે છે, તેવી જ રીતે હવે સુરતમાં પણ વેપારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના રિંગરોડ કાપડ માર્કેટમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીને રૂપિયા ત્રણ કરોડ માટે ખંડણી માંગવામાં આવી હતી અને આ ખંડની પણ એક 17 વર્ષના કિશોરે કુરિયરના માદ્યમથી આપી હતી.

Jul 23, 2021, 05:06 PM IST

સુરેન્દ્રનગરમાં પ્રથમ ગુજસીટોક ગુનો નોંધાયો, ઝડપાયેલા 13 આરોપીઓમાંથી 6 છે રીઢા ગુનેગાર

  • અગાઉ પણ આ ગેંગના આરોપીઓ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે અને કોર્ટના હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આરોપીઓ જામીનમુક્ત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખતા હતાં

Oct 29, 2020, 11:06 AM IST

અમદાવાદના પોલીસ ઓફિસરે જ ખંડણી માંગી, યુવતીના ફોટો-વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વખતે કોઈ ચોર ખૂંખાર આરોપીને નથી ઝડપ્યો, પરંતુ પોલીસકર્મીની શાખને ડાઘ લગાડતા એવા ખંડણીખોર ઝડપ્યો છે. આ ખંડણીખોર બીજું કોઈ નહીં પરંતુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દશરથસિંહ પરમાર પોતે જ છે. તાજેતરમાં જ ઓઢવના એક વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા શખ્સ દ્વારા 15 લાખ રૂપિયાની ખંડણી માગણી કરવામાં આવી રહી છે અને જો આમ નહીં કરવામાં આવે તો તેની દીકરીના ફોટો-વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. આ ખંડણીખોરે એટલેથી નહીં અટકતાં વેપારી ફરિયાદીને પોલીસને જાણ નહીં કરવા માટે પણ ધમકી આપી હતી. ત્યારે વેપારીએ હિંમત દાખવીને આ અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કરી હતી.

May 26, 2020, 03:20 PM IST
vadodara's don Goa Rabri demanded a ransom from Parul University PT4M5S

વડોદરા : જેલમાં બેઠા બેઠા કુખ્યાત ગોવા રબારીએ પારુલ યુનિવર્સિટીમાંથી માંગી ખંડણી

વડોદરામાં કુખ્યાત ગોવા રબારી ફરી વિવાદમાં આવ્યો છે. ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એક કરોડની ખંડણી માંગતા બંનેની ધરપકડ કરાઈ છે. પારુલ યુનિવર્સિટીના સંચાલક પારુલ પટેલ પાસેથી બંને સાગરીતોએ ખંડણી માંગી હતી. તો ચોંકાવનારી બાબત એ છે કે, ગોવા રબારીએ જેલમાં બેઠા બેઠા ખંડણી માંગી હતી. બીલ ગામમાં ચાલતા બાંધકામ અટકાવી દેવાની ધમકી પણ આપી હતી. ક્રેટા અને ફોરચ્યુનર કાર સાથે પોલીસે તેના સાગરીતો પાસેથી 35 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ગોવા રબારીના સાગરીત અનુપ ગઢવી અને લાલુ ભરવાડની ધરપકડ કરાઈ છે.

Feb 29, 2020, 02:25 PM IST

ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

ઈન્ટરનેશનલ ગેંગસ્ટર (Don) રવિ પુજારી (Ravi Pujari) પર સકંજો કસાયો છે. રવિ પુજારીને ગુજરાત લાવવા ATSએ પ્રોસેસ શરૂ કરી છે. ગેંગસ્ટર (UnderWorld) રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા આફ્રિકન દેશનો સંપર્ક કરીને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેવું સીઆઈડી (CID) ક્રાઈમના એડિશનલ ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું છે. 

Sep 24, 2019, 01:31 PM IST

અમદાવાદ : બિલ્ડરનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માંગવા આવેલા 3 પકડાયા

અમદાવાદના બિલ્ડરના અપહરણ અને ખંડણીના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આનંદનગર વિસ્તારમાંથી પ્રતિક પટેલ નામના બિલ્ડરનુ અપહરણ થયું હતું. પોલીસે 50 લાખની ખંડણી સ્વીકારવા આવેલા 3 આરોપીને પકડી લીધા હતા.

Aug 27, 2019, 02:44 PM IST

સુરતના વેપારીને મળી ડોન છોટા શકીલના ખાસ માણસ તરફથી ધમકી

એક સમયે અંડરવર્લ્ડનો સીધો સકંજો ગુજરાતના આર્થિક પાટનગર સમાન સુરત શહેર પર હતો. જોકે પોલીસની કડક કાર્યવાહીને કારણે એક તબ્બકે સુરતમાં શાંતિનો માહોલ હતો, પરતું છેલ્લા કેટલાક સમયથી ફરી એક વખત અંડરવર્લડની અલગ અલગ ગેંગ સુરતના ઉદ્યોગકારો પાસે ખંડણી માંગી રહી છે. ત્યારે સુરતના એક વેપારીને દૂબઈથી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાગરિતે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન પર ધમકી આપતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

Jul 23, 2019, 03:06 PM IST

મલેશિયામાં ગુજરાતના 4 યુવકોને પાકિસ્તાની ઇસમે બંધક બનાવી પરિવાર પાસે માંગી ખંડણી

નોકરીની લાલચે મલેશિયા ગયેલા ઉમરગામના 4 યુવકને પાકિસ્તાનના ઇસમે બંધક બનાવ્યા હતા.

Oct 7, 2018, 03:04 PM IST

બિટકોઇન કેસ: આરોપીઓના 13 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર

Sessions court approves remand of 2 cops, lawyer till April 13

Apr 10, 2018, 10:00 AM IST

બિટકોઇન હવાલા કેસમાં આરોપી પોલીસકર્મીઓ સસ્પેંડ

 બીટકોઇન હવાલા કેસમાં સંડોવાયેલા આરોપી બે પોલીસકર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બિટકોઇન કેસમાં ગુનામાં જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવશે. એમ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું. 

Apr 9, 2018, 04:48 PM IST