‘નવરાત્રી’માં કોંગ્રેસ વિરોધ કરીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે

કોંગ્રેસ “વિકાસ”નો વિરોધ કરે, કોંગ્રેસ “નર્મદા”નો વિરોધ કરે અને હવે કોંગ્રેસ “નવરાત્રી”નો પણ વિરોધ કરે છે ત્યારે ગુજરાતની યુવાશક્તિ અને મહિલાશક્તિ કોંગ્રેસની આ નકારાત્મકતાને જોઈ રહી છે.

‘નવરાત્રી’માં કોંગ્રેસ વિરોધ કરીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે

અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર આક્ષેપ કરતાં પહેલા મુરબ્બી માધવસિંહએ જન્મદિવસ નિમિત્તે જે સલાહ આપી છે તેને ધ્યાનમાં લેવી જોઈએ. તેઓએ સ્પષ્ટ કીધું છે. “જૂના નેતાઓનું સ્થાન લઈ શકે તેવાં કોઈ નેતા હાલ કોંગ્રેસમાં દેખાતાં નથી” અને “કોગ્રેસે પ્રજાના પ્રશ્નોમાં ધ્યાન આપવું જોઈએ”. આ ટકોરમાં જ સ્પષ્ટ થાય છે કે, હાલની કોંગ્રેસની નેતાગીરી નબળી છે અને કોંગ્રેસ માત્ર આંતરીક જૂથબંધીમાં કાર્યરત છે. પ્રજાના પ્રશ્નોમાં અને પ્રજાલક્ષી કાર્યક્રમોમાં ધ્યાન આપતી નથી.

કોંગ્રેસની નેતાગીરીને “દુઃખે છે પેટ અને કુટે છે માથું” કોંગ્રેસના તુટવામાં કોંગ્રેસના જ નેતૃત્વની નિષ્ફળતા અને આંતરીક જૂથબંધી જવાબદાર છે. તેમાં ભાજપને દોષ દેવો યોગ્ય નથી. કોંગ્રેસ 21 રાજયોમાં હતી પ્રજાવિમુખથી હવે માત્ર 4 રાજ્યોમાં રહી છે. ગુજરાતમાં જનતાના આશિર્વાદ અને જનમતથી સતત 6ઠ્ઠીવાર ભાજપ વિજયી બન્યુ છે. તેનાં પછી દરેક પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો અને હવે પંચાયતોના હોદ્દેદારોની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ, ચુંટાયેલ પ્રતિનિધીઓ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને કોંગ્રેસ વિમુખ થતાં જાય છે કોંગ્રેસે 7 જીલ્લા પંચાયત અને લગભગ 28 જેટલી તાલુકા પંચાયત ગુમાવીને કોંગ્રેસ પોતાનાં ભારથી જ તુટી રહી છે ત્યારે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરવાને બદલે પોતાની પાર્ટીમાં ધ્યાન આપે.

નવરાત્રી વેકેશનએ વાલીઓ અને વિદ્યાર્થીઓની લાગણી-માંગણી હતી. તમામ યુનિવર્સિટીઓ પણ કુલપતિઓની બેઠકમાં નિર્ણય કરી એકેડેમીક કેલેન્ડરમાં વ્યવસ્થા કરી છે. ભણતરના દિવસો બગડવાના નથી. “નવરાત્રી” એ દેશ-વિદેશમાં ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની છે. નવરાત્રી એ શક્તિ-ભક્તિ, આધ્યાત્મિક, ઉત્સાહ અને ઉત્સવનું પ્રતિક છે. લોકો શરીર-મન-હ્યદયથી નવદુર્ગાની આરાધના કરતાં હોય છે.

કોંગ્રેસ હંમેશા દેશની સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતાની વિરૂદ્ધમાં જ રહીને વિવાદ ઊભો કરવાનો કેમ પ્રયાસ કરે છે તે સમજાતું નથી. કોંગ્રેસ જે.એન.યુ.માં દેશવિરોધી, માનવતા વિરોધી અને સંસ્કૃતિ વિરોધી કાર્યક્રમોનો કોંગ્રેસ વિરોધ કરતું નથી અને અહીંયા ‘નવરાત્રી’ વેકેશનનો કોંગ્રેસ વિરોધ કરીને વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. કોંગ્રેસ “વિકાસ”નો વિરોધ કરે, કોંગ્રેસ “નર્મદા”નો વિરોધ કરે અને હવે કોંગ્રેસ “નવરાત્રી”નો પણ વિરોધ કરે છે ત્યારે ગુજરાતની યુવાશક્તિ અને મહિલાશક્તિ કોંગ્રેસની આ નકારાત્મકતાને જોઈ રહી છે. આગામી સમયમાં કોંગ્રેસને તેનો જડબાતોડ જવાબ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news