રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને મળશે આનંદના સમાચાર

રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને મળશે આનંદના સમાચાર

 

આજનું પંચાંગ

તારીખ

31 જુલાઈ, 2018 મંગળવાર

માસ

અષાઢ વદ ત્રીજ

નક્ષત્ર

શતતારા

યોગ

શોભન

ચંદ્ર રાશી

કુંભ

અક્ષર

ગ,શ,ષ,સ

  1. આજે અંગારકી ચોથ છે. મંગળવારે આવનાર સંકટચોથને અંગારકી ચોથ કહેવામાં આવે છે.
  2. દરેક માસમાં બે ચોથ આવે છે. શુકલ પક્ષની ચોથને વિનાયકી ચોથ કહે છે અને કૃષ્ણ પક્ષની ચોથને સંકટચોથ કહેવામાં આવે છે.
  3. પુરાણ કથા અનુસાર ભારદ્વાજ ઋષિને પૃથ્વીથી જાસૂદના પુષ્પ જેવા લાલ રંગનો એક પુત્ર પ્રાપ્ત થયો. તે પૃથ્વીપુત્ર હોવાથી ઋષિએ તેનું નામ ભૌમ પાડ્યું. ભારદ્વાજ ઋષિએ તેને સર્વ વિદ્યામાં પારંગત કર્યો અને ત્યારબાદ તેને ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર આપીને તપ કરવા કહ્યું. ભૌમે નદી કિનારે ઊભા રહી 1 હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું. અને શ્રીગણેશજી પ્રસન્ન થયા. ભૌમે સર્વ જીવના કલ્યાણના કામના કરી. આ ચોથ કરનાર મનુષ્યને 21 સંકટ ચોથ કરવાનું પુણ્ય બળ પ્રાપ્ત થાય છે.
  4. મંગળદોષ-મંગળનું બળ ઘટતું હોય તેમને લાભ
  5. ચંદ્રોદય આજે રાત્રે 9.40 વાગે થશે.
  6. ભાદરવા સુદ ચોથને ગણેશચતુર્થી તરીકે ઊજવવામાં આવે છે. ગણેશજીનો જન્મોત્સવ જનસમુદાય ખૂબ રંગે ચંગે ઉજવે છે.
  7. સ્વસ્તીક દોરીએ છીએ તે પણ ગણેશજીનું જ ચિન્હ છે. તે વિઘ્નવિનાશક છે.

મેષ (અલઈ)

  1. સવારના સમયમાં આરોગ્ય નબળું જણાય
  2. સ્ફૂર્તિનો અભાવ પણ વર્તાય
  3. પણ લગભગ 11 વાગ્યા પછી સારુ લાગે
  4. ધર્મિક વિધિવિધાન સાથે સંકળાયેલાને લાભ

વૃષભ (બવઉ)

  1. નાની પનોતીનો સામનો કરી રહ્યા છો
  2. કાર્યસ્થળે નિરસતા રહે
  3. પણ આજે, આનંદના સમાચાર મળે
  4. દિવસ હળવાશથી પૂર્ણ થઈ શકે છે

મિથુન (કછઘ)

  1. આજે વેપાર રોજગારમાં ઉત્સાહ રહે
  2. સારા પરિણામ મળવાની આશા બંધાય
  3. પણ, સચેત તો રહેવું જ પડશે
  4. કોઈપણ વિવાદમાં સપડાવ નહીં તે જોવું

કર્ક (ડહ)

  1. આરોગ્યની જાળવણી અવશ્ય કરજો
  2. ઠંડાપીણાથી કમસેકમ આપ દૂર રહેજો
  3. બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાન રહેવું
  4. પતિ-પત્નીએ દરગુજરની ભાવના રાખવી

સિંહ (મટ)

  1. મગજમાં ખૂબ ગુસ્સો રહે
  2. માથુ દુઃખવા આવી જાય એવો વિચારવાયુ રહે
  3. સાંજ પછી પરિસ્થિતિ સુધરે
  4. પતિ-પત્નીએ સાથે મળી કાર્ય કરવું. સફળતા મળશે

કન્યા (પઠણ)

  1. આરોગ્યની જાળવણી કરવી
  2. મિત્રો સાથે મન-દુખના બનાવો બને
  3. આજે ખર્ચનું પ્રમાણ પણ વધતું લાગે છે
  4. સંતાનના કાર્યમાં વ્યસ્ત રહેવાય

તુલા (રત)

  1. આજે ધનસ્થાન બળવાન છે
  2. આ ઉપરાંત આજે એક બીજો લાભ પણ થઈ શકે
  3. અંતરમનમાં આનંદ અવશ્ય જળવાશે
  4. સ્થાનાંતરના યોગ પણ રચાયા છે

વૃશ્ચિક (નય)

  1. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલાને લાભ
  2. કર્મસ્થાન આજે બળવાન છે
  3. નવું ઘર ખરીદવા માંગતા જાતકો માટે સાનુકૂળતા
  4. ધાર્મિક સ્થળની મુલાકાત પણ સૂચવે છે

ધન (ભધફઢ)

  1. જો બહારગામ જવાના હોય તો જાળવજો
  2. યાત્રા-પ્રવાસમાં અગવડ ઊભી થઈ શકે છે
  3. શક્ય છે પ્રસ્થાનના સમય પહેલા આરોગ્ય બગડે
  4. ગણેશજીની ઉપાસના કરજો

મકર (ખજ)

  1. બપોર પછીનો સમયગાળો શુભ છે
  2. સંધ્યા સમયે વિશેષ સાનુકૂળતા
  3. સંતાન દ્વારા સારા સમાચાર મળે
  4. આપનો ઉત્સાહ બેવડાઈ જાય તેવું પણ બને

કુંભ (ગશષસ)

  1. આજે અટક્યું કાર્ય આગળ ધપાવજો
  2. પ્રયત્ન કરજો સફળતા મળશે
  3. જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તે જોવું
  4. ભાગ્યના બળથી નોકરી કરતા જાતકોને લાભ

મીન (દચઝથ)

  1. સંતાનને સ્થાનાંતરના યોગ છે
  2. વિદ્યાર્થી મિત્રોને સાનુકૂળતા જણાશે
  3. વાહનની દલાલી સાથે સંકળાયેલા જાતકોને લાભ
  4. લેબરવર્ક કરતા જાતકોને પણ લાભ

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news