અમદાવાદઃ નવરંગપુરામાંથી બોગસ કોલસેન્ટર ઝડપાયુ, 17 યુવક-યુવતીઓની ધરપકડ
આરોપીઓ ત્રણ મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતા હતાં. મેડિકલ લાઈનના લીગલ કોલ સેન્ટરની આડમાં આરોપીઓ બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપાયું છે. લીગલ કોલ સેન્ટરની આડમાં બોગસ કોલ સેન્ટર ચલાવાતું હોવાનું સામે આવ્યું છે. પોલોસે યુવક યુવતીઓ સહિત 17 લોકોની ધરપકડ કરી છે. જેમાં મોટાભાગના આરોપીઓ નાગાલેન્ડ ના હોવાનું સામે આવ્યું છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ કોલ સેન્ટરમાં કામ કરતા આરોપીઓ છે. પોલારીશ બિલ્ડિંગમાં ત્રીજા માળે ધનુષી અને એલસન ટેકનોલોજી નામની ઓફીસ ધરાવી આ કોલ સેન્ટર ચલાવાતું હતું. ધવલ શાહ અને આલોક કોષ્ટી નામના આરોપી મુખ્ય સંચાલક હતાં. કોલ સેન્ટર અંગે પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરી આખી રાત ચાલેલી રેડમાં પોલીસે યુવતીઓ સહિત 17 જેટલા આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓ ત્રણ મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતા હતાં. મેડિકલ લાઈનના લીગલ કોલ સેન્ટરની આડમાં આરોપીઓ બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. અમેરિકામાં કોઈને દવાની આડઅસર થઈ હોય તેવા લોકોનો આરોપીઓ ડેટા મેળવતા મેળવતા હતા. ત્યારબાદ યુએસના માર્કેટમા આવા અનેક લોકોને ફોન કરતા અને કાયદેસરના નાણાં મેળવતા હતા.
સેટેલાઈટમાં રહેતો ચિરાગ મેનેજર તરીકે કામ કરતો હતો. જ્યારે રાજસ્થાનનો તુષાર શર્મા ક્લોઝર અને સુપરવાઇઝરનું કામ કરતો અને મુખ્ય આરોપી ધવલ અને આલોક કોષ્ટી બન્ને ભાગીદારીમાં આ બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. પોલીસે 14 કોમ્પ્યુટરના સેટ 15થી વધુ મોબાઈલ કબ્જે કર્યા અને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે