લ્યો બોલો! 3 મહિનાથી AMCના આ પાર્કિંગમાં દારૂ વેચતો હતો અને કોઈને ખબર પણ ના પડી!

લોકો કહે છે કે ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ છે. તેમાં કોઈ જ બે મત નથી. હવે અમદાવાદની ખાસ જગ્યા પર પોલીસે એવી જગ્યા પરથી દારુ ઝડપી પાડ્યો છે. જેને જોઈને કે સાંભળીને આપને પણ નવાઈ લાગશે. 

લ્યો બોલો! 3 મહિનાથી AMCના આ પાર્કિંગમાં દારૂ વેચતો હતો અને કોઈને ખબર પણ ના પડી!

ઉદય રંજન/અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂ વેચવાની વધુ એક નવી મૉડસ ઓપરેન્ડી સામે આવી છે. આ વખતે અમદાવાદના બુટલેગરોએ દારૂ છુપાવવા માટે સરકારી મિલકતનો દુરુપયોગ કર્યો છે. ત્યારે તમારા મનમાં એક સવાલ થશે કે શું છે આ નવી મોડ્સ ઓપરેન્ડી?

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવરંપુરા ખાતે આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં તમે વિચારી રહ્યા હશો કે દારૂ , બુટલેગર સાથે આ પાર્કિંગને શું લેવા દેવા છે તો અમે આપને જણાવી રહ્યા છીએ કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મંગળવારની રાત્રે એક માહિતી મળી હતી કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ AMCના મલ્ટીલેવલ દારૂના વેચાણની ગતિવિધિઓ ચાલી રહી છે. આ માહિતી મળતાની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરુ કરી તો એક નહિ બે નહિ પણ AMCના આ પાર્કિંગની 5 લક્ઝ્યુરિયસ કારમાંથી બિયર અને દારૂની 1014 દારૂની બોટલો મળી આવી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે AMCના મલ્ટીલેવલ પાર્કિંગની પાંચ કાર માંથી દારૂ મળી આવતા તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આ દારૂ અમદાવાદના ત્રણ બુટલેગરનો છે. જેમાં ખાડિયાના કુંતલ ભટ્ટ , ચાંદખેડાના આશિષ પરમાર અને જુહાપુરાના મુત્તલીફનો હોવાનું સામે આવ્યું છે. આ કાર છેલ્લા 3 માસથી પાર્કિંગમાં પાર્ક થતી હતી અને એક માસના 20 હજાર ચુકવતા હતા, ત્યારે પોલીસે હાલ ફરાર ત્રણેય બુટલેગરની શોધખોળ શરુ કરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news