લો બોલો! બોટાદમાં નવો નક્કોર સ્વિમિંગ પુલ ખાઈ રહ્યો છે ધૂળ; હવે શહેરીજનોને સતાવી રહ્યો છે આ મોટો ભય

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ ઉપર તળાવ કિનારે ગાર્ડનની બાજુમાં બોટાદના લોકોની સુખાકારી માટે વર્ષ 2018માં 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપુલ બનાવવાની કામગીરી આરંભી હતી..

લો બોલો! બોટાદમાં નવો નક્કોર સ્વિમિંગ પુલ ખાઈ રહ્યો છે ધૂળ; હવે શહેરીજનોને સતાવી રહ્યો છે આ મોટો ભય

રઘુવીર મકવાણા/બોટાદ: નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપૂલ બનાવાયો છે. આ પુલ તૈયાર થઈ ગયાને 10 માસ થવા છતાં આજદિન સુધી જાહેર જનતા માટે ખુલ્લો ન મુકાતા સ્વિમિંગ પુલ ઉપયોગ કર્યા વગર ખાલી પડ્યો રહે છે. એટલું જ નહીં તૂટી જવાનો ભય પણ સતાવી રહ્યો છે.

બોટાદ શહેરમાં પાળીયાદ રોડ ઉપર તળાવ કિનારે ગાર્ડનની બાજુમાં બોટાદના લોકોની સુખાકારી માટે વર્ષ 2018માં 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપુલ બનાવવાની કામગીરી આરંભી હતી.. આ સ્વિમિંગ પૂલ ચાર વર્ષના અંતે વર્ષ 2022 જૂન મહિનાની 15 તારીખે સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે જેને આજે 10 માસ થવા છતાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી ત્યારે ત્યાંથી પસાર થતા શહેરીજનોની નજર આ સ્વિમિંગ પુલ ઉપર પડતા તેમાં તળિયું ઢકાય તેટલું ગંદુ પાણી ભરેલું હોય છે.

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપૂલ બનાવાયો છે. આ પુલ તૈયાર થઈ ગયાને 10 માસ થવા છતાં આજદિન સુધી જાહેર જનતા માટે ખુલ્લો ન મુકાતા આ તૈયાર પુલ ઉપયોગ કર્યા વગર ખાલી પડ્યો રહેતો હોવાથી તૂટી જવાનો ભય શહેરીજનોમાં છે, તો વહેલી તકે આ પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જ્યારે નગરપાલિકાના વહીવટદારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વીજ કનેક્શનની કામગીરી બાકી હોય જે 10 દિવસમાં પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકવામાં આવશે.

બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર તળાવ કિનારે ગાર્ડનની બાજુમાં બોટાદના લોકોની સુખાકારી માટે વર્ષ 2018માં 1 કરોડ 45 લાખના ખર્ચે સ્વિમિંગપુલ બનાવવાની કામગીરી આરંભી હતી. આ સ્વિમિંગ પૂલ ચાર વર્ષના અંતે વર્ષ 2022 જૂન મહિનાની 15 તારીખે સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે. જેને આજે 10 માસ થવા છતાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. ત્યારે ત્યાંથી પસાર થતા શહેરીજનોની નજર આ સ્વિમિંગ પુલ ઉપર પડતા તેમાં તળિયું ઢકાય તેટલું ગંદુ પાણી ભરેલું હોય છે. 

આ જોઈને સૌ કોઈ કહી રહ્યા છે કે જો આ સ્વિમિંગ પૂલમાં પાણી ભરવામાં નહીં આવે તો વહેલાસર તૂટી જશે. આ સ્વીમીંગ પુલ ને તંત્ર દ્વારા તાત્કાલિક ખુલ્લો મુકવામાં આવે જેથી ઉનાળાની સિઝન ચાલતી હોવાથી લોકો આ સ્વિમિંગપૂલ દ્વારા ઉનાળાની મજા માણી શકે ત્યારે શું આ સ્વીમીંગપુલનાં ઉદ્ઘાટન માટે કોઈ નેતાની રાહ જોવાઈ રહી છે? કે પછી શરૂ કર્યા પહેલા ક્યારે તૂટે છે તેની રાહ જોવાઈ રહી છે? માટે આ સ્વીમીંગપુલને વહેલી તકે લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.

બોટાદ શહેરની જનતા માટે 19-4- 2018 ના રોજ સ્વિમિંગ પુલ બનાવવા રૂપિયા 1 કરોડ 45 લાખના ખર્ચે ટેન્ડરિંગ થયું હતું અને આ કામ ચાર વર્ષ સુધી ચાલ્યું હતું અને 15-6-22 ના રોજ પૂર્ણ થયું હતું આ અંગે બોટાદ નગર પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ જણાવ્યુ કે હાલમાં આ અંગે ઇલેક્ટ્રોનિક કનેક્શન પ્રોસેસમાં છે તેથી આ પુલને ખુલ્લો મુકવામાં 15 દિવસ પણ લાગી શકે તેમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news