કરૂણ અંજામ; અમદાવાદમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં મહિલા પોલીસકર્મીની ધરપકડ
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની કૃષ્ણનગર સોસાયટી માં ગત તા. 9.10.2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલ કોન્સ્ટેબલ હિતેશ આલે આપઘાત કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: પ્રેમ કહાનીના કરૂણ અંજામવાળા સમાચાર તો આપણે ઘણા સાંભળ્યા હશે. છતાં તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી. હાલ અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નોકરી દરમિયાન પ્રેમ કહાની શરૂ થયેલ કહાનીનો અંત પ્રેમીને મોત સુધી લઇ ગયું અને પ્રેમિકાને જેલના સળિયા પાછળ સુધી પ્રેમ લઇ ગયો છે. વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભલે યુવતીનું નામ રિંકલ દેસાઈ અને જે એક મહિલા પોલીસ કર્મી છે. આ મહિલા પોલીસ કેમ આરોપી બનીને ઉભી છે આવો એ જાણવા માટે અમે આપણે થોડા દિવસ પાછળના દિવસોમાં લઇ જઈએ.
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની કૃષ્ણનગર સોસાયટી માં ગત તા. 9.10.2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલ કોન્સ્ટેબલ હિતેશ આલે આપઘાત કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે. મૃતક હિતેષભાઇ આલ ને એસ જી-2 ટ્રાફિક પો.સ્ટેમાં ફરજ બજાવતી રીંકલ અમરતભાઈ દેસાઈ સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. ત્રણેક વર્ષમાં રીંકલે પ્રેમ સંબંધ કેળવી અન્ય લોકો સાથે સંબંધ બાંધ્યા હોવાથી હિતેષભાઇ એ તેની સાથે સંબંધો પૂરા કરી નાખ્યા હતા.
રીંકલ દેસાઈ હિતેશ આલ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી બળાત્કાર નો કેસ કરવાની ધમકી ઓ આપી હિતેશ આલ ની પત્ની ને ફોન કરીને ઝઘડો કર્યો હતો. આ બાબતોથી કંટાળીને હિતેષભાઇ એ આપઘાત કર્યો હોવાથી રીંકલ દેસાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વેજલપુર પોલીસે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિંકલ દેસાઈ ની ધરપકડ કરી છે.
ભાવનગરમાં રહેતા હરેશભાઇ આલના ભાઈ હિતેશ આલ વર્ષ 2017માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા. કોન્સ્ટેબલ હિતેશ આલ એન ડિવિઝન ટ્રાફિક પો સ્ટે માં ફરજ બજાવતા હતા અને થોડા દિવસો પહેલા હિતેશ આલ એ તેમના ઘરે એકલા હતા ત્યારે આપઘાત કર્યો હતો. ત્યારે તેમના ભાઈ હરેશ આલ એ તપાસ કરતા હિતેશ આલ ને ત્રણેક વર્ષથી એસ જી-2 ટ્રાફિક પો સ્ટેમાં ફરજ બજાવતી રીંકલ અમરતભાઈ દેસાઈ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. મૃતક હિતેશ આલ એ પોતાના લગ્ન પહેલા તેના ભાઈ હરેશ આલને આ બાબતની જાણ કરી હતી.
રીંકલ દેસાઈ ને બીજી જગ્યાએ અફેર હોવાથી હિતેશ આલ બીજે લગ્ન કરવા તૈયાર પણ થયા હતા અને ગત તા. 7.2.2023 ના રોજ તેમણે ક્રિષ્નાબેન સાથે લગ્ન કર્યા હતા. કોન્સ્ટેબલ હિતેશ આલ અમદાવાદ એકલા રહેતા હોવાથી પત્નીને સાથે લઇ જવાનું તેમના ભાઇ એ કહેતા હિતેશ આલ એ તેમને જણાવ્યું હતું કે રીંકલ સાથે સંબંધ તોડી નાખ્યા હોવા છતાં તે હજુ છોડતી નથી અને પત્નીને લાવીશ તો તારા ઘરે આવી ઇજ્જતના ધજાગરા કરી નાખીશ તેવી ધમકી ઓ આપતી હોવાની વાત કરી હતી.
રીંકલે દેસાઈ એ હિતેશ આલ ને એવી પણ ધમકી આપી હતી કે જો તુ નહિ માને તો હું તારી પર બળાત્કારનો કેસ કરી ફસાવી દઇશ. જેથી તેની ધમકી ઓને તાબે થઇ ને હિતેષભાઇ પત્નીને અમદાવાદ લાવતા ન હતા. જો કે હરેશ આલ એ હિતેશ આલ ને સાંત્વના આપી ને રીંકલ દેસાઈ થી છુટકારો મેળવવા બદલી કરાવી દેવા રિપોર્ટ તૈયાર કરવાની સલાહ આપી હતી.
થોડા દિવસો બાદ હિતેશ આલ એ તેના ભાઈ ની વાત માનીને પત્નીને અમદાવાદ રહેવા લાવ્યા હતા. ત્યાં પત્ની મરણ પ્રસંગમાં વતનમાં જતા હિતેશ આલ ઘરે એકલા હતા ત્યારે તેમણે તેમના મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો ફોન કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. જે મામલે વેજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે મૃતક હિતેશ આલ ના ભાઇએ પોલીસ સમક્ષ રીંકલ દેસાઈ ના ત્રાસ બાબતે રજુઆત કરતા પોલીસે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીંકલ દેસાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડક કરી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે રીંકલ દેસાઈ ને માત્ર મૃતક હિતેષ આલ સાથે જ નહિ પણ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે પણ સંબંધ હતા. જેથી હિતેષભાઇ એ તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા. છતાં તે ધમકી ઓ આપી ને હેરાન કરી કોઇ વસ્તુ ઓ મંગાવી મૃતક હિતેષ આલ પાસે પેમેન્ટ કરાવી આર્થિક રીતે ખંખેરી રહી હતી. આરોપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીંકલ દેસાઈ એ મૃતક કોન્સ્ટેબલ હિતેશ આલ ને લાફા માર્યા હતા એ ત્યાર બાદ એક દિવસ પ્રહલાદનગર ખાતે મૃતક હિતેશ આલ ટોઇંગ સ્ટેશન પર ફરજ પર હતા. ત્યારે રીંકલ દેસાઈ ત્યાં પહોંચી હતી અને ફોનમાં બ્લોક કરવા બાબતે મૃતક હિતેશ આલ ને ગાળો ભાંડી હતી અને લાફા માર્યા હતા.
બાદમાં ફોનનું લોક ખોલી મૃતક હિતેશ આલ ની પત્ની ને ફોન કરીને ગાળો બોલીને 10 હજાર ટ્રાન્સફર કરાવવા નું કહીને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આ વિગતો પણ તપાસ અધિકારી ની ની તપાસ માં સામે આવી છે જેના થી કંટાળી મૃતક કોન્સ્ટેબલ હિતેશ આલ પોતાના જીવનનો અંત લાવ્યા હોવાના પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે ત્યારે વેજલપુર પોલીસે ને આ તમામ બાબત ના પુરાવા મળી આવ્યા છે ત્યારે વેજલપુર પોલીસે આરોપી મહિલા કોન્સ્ટેબલ રિંકલ દેસાઈ નો ફોન કબ્જે કરી ને પૂર્વા એકત્ર કરવા એફએસએલમાં મોકલી આપેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે