માવજી પટેલે કોંગ્રેસના પૈસા લઈ આ ચૂંટણીમાં મોટું ષડયંત્ર રચ્યું હોવાનો શંકર ચૌધરીનો આરોપ
Vav Assembly By Election 2024 : શંકર ચૌધરીના વાર પર માવજી પટેલનો પલટવાર કર્યો છે... મેં પૈસા લીધા હોય તો આવી જાઓ ધરણીધામમા... શામળિયાના ધામમાં સોગંદ ખાવા આવી જાઓ...
Trending Photos
- વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ
- સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત, માત્ર ડોર ટુ ડોર થશે પ્રચાર
- 13 નવેમ્બર 2024ના રોજ યોજાશે વાવ બેઠકનું મતદાન...
Vav Assembly By Election 2024 : બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટાચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યા બાદ માત્ર થશે ડોર ટુ ડોર પ્રચાર થઈ શકશે. આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉલ્લેખનીય છેકે, વાવ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. સાંસદ બન્યા બાદ ગેનીબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા હવે વાવના મતદારો પોતાનો નવો જનપ્રતિનિધિ શોધી રહ્યાં છે. જેની ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે.
માવજી પટેલે કોંગ્રેસ પાસે પૈસા ખાધાઃ શંકર ચૌધરી
વાવની ચૂંટણીમાં બે ચૌધરી નેતાઓ આમને સામને આવી ગયા છે. માવજી પટેલ પર શંકર ચૌધરીનો સૌથી મોટો આરોપ. શંકર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે માવજી પટેલે કોંગ્રેસના પૈસા લઈને આ ચૂંટણીમાં મોટું ષડયંત્ર રચ્યું છે. સવપુરાની સભામાં શંકર ચૌધરીએ આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે માવજી પટેલ માત્ર ચૌધરીઓના વોટ તોડવા માગે છે એટલા માટે અત્યાર સુધી માવજી પટેલે માત્ર સમાજની મીટિંગો જ કરી છે. માવજી પટેલ કોંગ્રેસના ષડયંત્ર પ્રમાણે ચાલી રહ્યા છે. આ અત્યારનું જ નહીં 27નો કાંટો કાઢવાનું ષડયંત્ર છે. શંકર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે માવજી પટેલ સમાજના વોટ વેચવા નીકળ્યા છે. માટે વેચાઈ ના જતા. શંકર ચૌધરીએ માવજી પટેલ પર આરોપ લગાવતા કહ્યુંકે, સાચું કોણ છે અને ખોટું કોણ છે તે મુદ્દે વાવની ચૂંટણીમાં જબરદસ્ત લડાઈ ચાલી રહી છે અને હવે આ લડાઈ સીધી જ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ અને થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વચ્ચેની બની ગઈ છે.
મેં પૈસા લીધા હોય તો આવી જાઓ ધરણીધામમાઃ માવજી પટેલ
તો આ તરફ શંકર ચૌધરીના વાર પર માવજી પટેલનો પલટવાર કર્યો છે... મેં પૈસા લીધા હોય તો આવી જાઓ ધરણીધામમા... શામળિયાના ધામમાં સોગંદ ખાવા આવી જાઓ... અમારી સભા 36 કોમની ભરાય છે.. એક સમાજની નહીં,, તેમજ વધુમાં કહ્યું કે મને હરાવવા આખી સરકાર ઉતરી પડી છે.. મારી પ્રજાને હરાવવા માટે આખી ફોજ ઉતરી પડી છે...
હું ભાજપની મહેરબાનીથી જીવતો નથીઃ માવજી પટેલ
માવજી પટેલે શંકર ચૌધરીને ટોણો માર્યો. માવજી પટેલે કહ્યુંકે, જો તમે વિકાસના કામો કર્યા હોત તો વાવ છોડીને તમારે થરાદ ના જવું પડ્યું હોત..માવજી પટેલ વધુમાં કહ્યુંકે, હું ભાજપમાં કોઈ હોદ્દા પર હતો જ નહીં. હું ભાજપની મહેરબાનીથી જીવતો નથી. ભાજપ શું મને સસ્પેન્ડ કરતું હતું અમારો સમાજ સાથે મળીને આખા ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ.
નીતિન પટેલનું મોટું નિવેદનઃ
વાવ વિધાનસભાની ચૂંટણીને પગલે પૂર્વ ડે,સીએમનું નિવેદન
અમારી સરકારે છેવાડાનાં વિસ્તારમાં વિકાસના કામ કર્યા છે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર કર્યા આક્ષેપ
વિપક્ષ ખોટા આક્ષેપ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે
વાવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જીતશે
એક તરફ ભાજપ કહી રહી છેકે, અમે પક્ષમાં બળવો કરનાર માવજી પટેલ સહિત કુલ 4 આગેવાનોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. માવજી પટેલ ઉપરાંત ભાભર માર્કેટયાડના પૂર્વ ચેરમેન લાલજીપટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દેવજી પટેલ, ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન દલરામભાઈ પટેલ અને સુઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામાભાઈ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે