21 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી શકે છે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન

યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. 

 21 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી શકે છે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન

અમદાવાદઃ યુનાઇટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતના પ્રવાસે આવવાના છે. માહિતી મળી રહી છે કે યુકેના પ્રધાનમંત્રી ભારતની ચાર દિવસીય મુલાકાત દરમિયાન 21 એપ્રિલે ગુજરાત આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલાં પણ બોરિસ જોનસનનો ભારત આવવાનો કાર્યક્રમ બન્યો હતો, પરંતુ કોરોનાને કારણે બે વખત તેમનો ભારતનો પ્રવાસ સ્થગિત રહ્યો હતો. 

ગુજરાતની મુલાકાત લઈ શકે છે જોનસન
હવે યુકેના પ્રધાનમંત્રી 20 એપ્રિલથી ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ગુજરાતમાં અમદાવાદ આવી શકે છે અને સાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકે છે. તો વડોદરામાં કન્સ્ટ્રક્શન સાધનો બનાવતી બ્રિટિશ કંપની જેસીબીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત પણ લઈ શકે છે. 

મહત્વનું છે કે આ પહેલાં કોરોનાને લીધે બોરિસ જોનસનનો ભારતના પ્રવાસનો કાર્યક્રમ બે વખત સ્થગિત કરવામાં આવ્યો હતો. તો થોડા દિવસ પહેલાં બ્રિટનના ફોરેન સેક્રેટરી દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બોરિસ જોનસનના ભારતના પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news