BRTS સગવડ છે કે શ્રાપ? ધોરણ 9માં અભ્યાસ કરતી તરૂણીનું અડફેટે મોત, કાકી ગંભીર રીતે ઘાયલ
Trending Photos
સુરત : અમરોલીમાં સિટી બસના ચાલકે કાકી-ભત્રીજીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર બસસંચાલકોની બેદરકારીનાં કારણે વિદ્યાર્થીઓનાં સતત મોતને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા બસનાં કાચ તોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મૃતક તરૂણી ધોરણ - 9માં અભ્યાસ કરી હતી. પોતાની કાકી સાથે શાળાએ જવા દરમિયાન અકસ્માત થતા જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર તરૂણી છાપરાભાઠાની રહેવાસી છે. જો કે બેફામ રીતે આવેલી બસે તરૂણીને અડફેટે લીધી હતી. જો કે સ્થાનિકોએ તત્કાલ તરૂણી તથા તેના કાકીને સારવાર માટે ખસેડ્યાં હતા. આ ઉપરાંત બસનાં ડ્રાઇવરને પણ ઝડપી લીધો હતો. સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ સિટી બચનાં કાચ તોડ્યાં હતા. જો કે થોડો સમય મળતાની સાથે જ અન્ય બસના ચાલકો બસ લઇને ફરાર થઇ ગયા હતા.
બાબુભાઇ લીંબચીયાના જણાવ્યા અનુસાર, ત્રણ સંતાનોમાં ભૂમિ મોટી દીકરી છે. તરૂણીના પિતા પરેશ લીંબાચીયા હેરકટીંક સલુન ચલાવે છે. આજે શાળાએથી પરત ફરતા સમયે અકસ્માત થયો તેમાં તરૂણીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડા દિવસો પહેલા જ સાળાનું મોત થવાનાં કારણે ઘરમાં શોકનો માહોલ હતો દરમિયાન આ વધુ એક દુખદ ઘટના બની છે. પૌત્રીના મોતના સમાચારથી સમગ્ર પરિવાર ભારે શોકમાં છે. 2001 થી તેઓ પરિવાર સાથે સુરતમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે