ભરૂચના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, 3 બાળકોના ઘટના સ્થળ પર મોત

ભરૂચના બંબાખાના કુંભારિયા ઢોળાવ વિસ્તારના હરિજન વાસ વિસ્તારના 903 નંબરના મકાનમાં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ અથાગ મહેનત કરી પોતાના 1 પુત્ર અને 3 પુત્રી સાથે પરિવારનું જીવન નિર્વાહ કરી પોતાનું જીવન વ્યતિત કરી રહી હતી

ભરૂચના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, 3 બાળકોના ઘટના સ્થળ પર મોત

ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા જોડાવું નજીક મકાન નંબર 903 માં રહેતા સોલંકી પરિવારનું મકાન ધરાશાયી થતા પરિવારના ત્રણ બાળકોના કાટમાળમાં દબાતા મોત નિપજ્યું હતું. જ્યારે એકનો બચાવ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ભરૂચના બંબાખાના કુંભારિયા ઢોળાવ વિસ્તારના હરિજન વાસ વિસ્તારના 903 નંબરના મકાનમાં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ અથાગ મહેનત કરી પોતાના 1 પુત્ર અને 3 પુત્રી સાથે પરિવારનું જીવન નિર્વાહ કરી પોતાનું જીવન વ્યતિત કરી રહી હતી. પતિનો છાયો ગુમાવ્યા બાદ પણ હિંમત સાથે પોતના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી પ્રાયસ કરી રહી હતી.

ત્યારે આજરોજ વર્ષા બેન પોતના નિત્યકર્મ પ્રમાણે નગરપાલિકામાં કામ અર્થે બાળકોને ઉંઘતા મૂકી નીકળતા 8.30 વાગ્યા ના સુમારે અચાનક મકાન ધરાશાયી થતા કુંભારિયા તળાવ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા નગરપાલિકા ફાયર ફાઈટરોને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવ્યો હતો.

જેને પગલે કિશોર સોલંકી (ઉ.10), પ્રિન્સ કિશોર સોલંકી (ઉ.14), અંજના કિશોર સોલંકી અને મોટી બહેન ગાયત્રી કિશોર સોલંકી કાટમાળમાં દબાયેલા હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન નિશા, પ્રીન્સ અને અજનાનું ઘટના સ્થળે કાટમાળમાં દબાતા મોત નિપજ્યું હતું. જ્યારે ગાયત્રી બેન કિશોર સોલંકી (ઉ.20) નો બચાવ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news