અમદાવાદ રિવરફ્રન્ટ પરની એક કિંમતી ચીજ ચોરાઈ ગઈ, હવે AMC એ લીધું એક્શન
Ahmedabad Riverfront : અમદાવાદમાં સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ ઉપર સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ થઈ રહ્યાં છે. અમદાવાદની શાન રિવરફ્રન્ટ ઉપર સ્ટ્રીટ લાઈટના બલ્બ ચોરાઈ ગયા
Trending Photos
Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ એ અમદાવાદની શાન ગણાય છે. બહારથી આવતા મહેમાનો માટે અમદાવાદ રિવરફ્રન્ટ જવુ એક સપનુ હોય છે. આવામાં અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી ઘટના બની છે. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ પોલ પર બલ્બ ગાયબ થવાની ઘટના સામે આવી છે. અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ પરથી સ્ટ્રીટ લાઇટના બલ્બ કોઇ ચોરી ગયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ સ્થિતિ સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધીની છે. આ ઘટનાથી સિક્યુરિટીની સામે પણ સવાલ ઉભા થયા છે. મહત્વની વાત જણાવીએ તો સિક્યુરિટીની આવી બેદરકારી સામે AMC પેનલ્ટી વસુલ કરી રહી છે. વર્ષ 2014 થી અત્યાર સુધી સિક્યુરિટી એજન્સી પાસેથી 41 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. છતા પણ સિક્યુરિટી ઉંઘતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
કોણ ચોરી ગયું બલ્બ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ ઉપર સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ થઈ રહ્યાં છે. અમદાવાદની શાન રિવરફ્રન્ટ ઉપર સ્ટ્રીટ લાઈટના બલ્બ ચોરાઈ ગયા છે. સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ ઉપર સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ થયેલા જોવા મળ્યા. એક તરફ સંખ્યબંધ સ્ટ્રીટ પોલ ઉપરથી બલ્બ ગાયબ બીજી તરફ રિવરફ્રન્ટમી સિક્યુરિટી ઊંઘતી ઝડપાઇ છે.
એએમસીએ એક્શન લીધું
અમદાવાદ રિવરફ્રન્ટ પરથની સિક્યુરિટીની આવી બેદરકારી સામે આવી છે. જેથી હવે AMC જાગ્યું છે. એએમસી પેનલ્ટી વસુલ કરી રહી છે. 2014 થી અત્યાર સુધી સિક્યુરિટી એજન્સી પાસેથી 41 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઘટના બતાવે છે કે, હવે સ્ટ્રીટ લાઇના બલ્બ પણ સલામત નથી! આખરે કોણ ચોરી ગયું હશે?
ઝીપ લાઈન રાઈડ ભંગાર બની
તો બીજી તરફ, એક સમયે રિવરફ્રન્ટ ઉપર સૌથી વધુ આકર્ષિત ઝીપ રાઈડને ઉતારી લેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અગાઉ ઝીપ રાઈડ વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવી હતી. જો કે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષોથી યથાવત રહેતા જર્જરિત બન્યું છે. AMC એ કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી છે. લાખોના ખર્ચે તૈયાર થયેલી અમદાવાદની 'ઝીપ લાઈન' આજે ભંગાર બની ગયું છે. 9-9 વર્ષ થયા છતાં હાલત ઠેરની ઠેર છે.
સી પ્લેનને કારણે ઝીપ લાઈન રાઈડ બંધ કરવામા આવી હતી. સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડને બંધ કરવામાં આવી હતી. પરંતું મહત્વનું છે કે, સી પ્લેન એકવાર ઉડ્યા પછી પાછુ આવ્યુ જ નહિ. રિવરફ્રન્ટ પર પશ્ચિમથી પૂર્વ કાંઠે જવા માટે આ ઝીપ લાઈન રાઈડ શરૂ કરવામાં આવી હતી. જેનો લ્હાવો અનેક લોકોએ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે