Adhik maas 2023: અધિક માસમાં દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જન્માષ્ટમીની ઉજવણી બે વાર કરાશે

Adhik maas 2023: અધિક શ્રાવણ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવનાર ઉત્સવોની યાદી તેમજ તે દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો 

Adhik maas 2023: અધિક માસમાં દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જન્માષ્ટમીની ઉજવણી બે વાર કરાશે

Dwarka Temple : આજથી અધિક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અધિક માસનો પ્રારંભ 18 જુલાઈ, 2023, મંગળવાર એટલે કે આજથી થશે. જે 16 ઓગષ્ટ, 2023 બુધવારના રોજ સમાપ્ત થશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરે અધિક માસ નિમિત્તે વિશેષ આયોજન કરાયું છે. દ્વારકા - યાત્રાધામ દ્વારકા ના જગત મંદિરે પુરુષોત્તમ માસ (અધિકમાસ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 

આ વર્ષે અધિકમાસ છે જેના કારણે બે શ્રાવણ મહિના છે. દ્વારકાના જગત મંદિરમાં અધિક માસ નિમિત્તે રામ નવમી, દેવ દિવાળી અને જન્માષ્ટમી જેવા પર્વની વિશેષ ઉજવણી કરાશે. કાળિયા ઠાકોરના જન્મોત્સવ જન્માષ્ટમીની બે મહિનામાં બે વાર ઉજવણી કરાશે. તારીખ 8 ઓગસ્ટ, 2023 ના રોજ અધિકમાસની જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાશે. ત્યારે જગત મંદિરે તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

દ્વારકાધીશ મંદિર દ્વારા જણાવાયું કે, આગામી અધિક શ્રાવણ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવનાર ઉત્સવોની યાદી તેમજ તે દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અધિક શ્રાવણ માસ દરમિયાન તારીખ 20 જુલાઈથી તારીખ 16 ઓગસ્ટ સુધી મંગલા આરતી સવારે 6.00 કલાકે થશે. તેથી મંદિરના ભક્તોએ દર્શનના સમયની નોંધ લેવી. 

No description available.

ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે. ત્યારબાદ શ્રાવણના બાકીના 15 દિવસ ઉજવાશે. જ્યારે ગુજરાતમાં 17 ઓગષ્ટના રોજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news