વર્ષ 2024ના શરૂઆતી 3 મહિનામાં આવો રહેશે ભારતીય ટીમનો કાર્યક્રમ, આ ટીમો વિરુદ્ધ રમશે સિરીઝ

Indian Cricket Team: વર્ષ 2023માં ભારતીય ટીમનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત રહ્યો હતો. તો હવે 2024ના શરૂઆતી ત્રણ મહિના માટે ભારતીય ટીમનો કાર્યક્રમ સામે આવી ગયો છે. ભારત આફ્રિકા સામે એક ટેસ્ટ બાદ ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 સિરીઝ રમશે.

વર્ષ 2024ના શરૂઆતી 3 મહિનામાં આવો રહેશે ભારતીય ટીમનો કાર્યક્રમ, આ ટીમો વિરુદ્ધ રમશે સિરીઝ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ 2023માં રમતના ત્રણેય ફોર્મેટમાં પ્રદર્શન સારૂ રહ્યું પરંતુ તે 2 આઈસીસી ટ્રોફી પોતાના નામે કરવાથી જરૂર ચૂકી ગઈ. તો આ વર્ષના અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયા નવા વર્ષમાં જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે, જેમાં તેણે પોતાના પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો સામનો કરવો છે. 3 જાન્યુઆરીથી ભારત અને આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં બીજી ટેસ્ટ રમાશે. અમે તમને ભારતીય ટીમના શરૂઆતી ત્રણ મહિનાના કાર્યક્રમ વિશે જણાવી રહ્યાં છીએ, જે નક્કી થઈ ગયો છે.

જાન્યુઆરીમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
જાન્યુઆરી 2024માં ભારતીય ટીમે કેપટાઉનમાં આફ્રિકા સામે 3થી 7 જાન્યુઆરી વચ્ચે ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઘરે પરત આવશે, જ્યાં તેણે અફઘાનિસ્તાન સામે 3 મેચની ટી20 સિરીઝ રમવાની છે. જેનો પ્રથમ મુકાબલો 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. ત્યારબાદ 17 અને 17 જાન્યુઆરીએ ઈન્દોર અને બેંગલોરમાં સિરીઝની બીજી અને ત્રીજી ટેસ્ટ રમાશે. આ સિરીઝ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની પ્રથમ મેચ 25થી 29 જાન્યુઆરી સુધી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. 

ફેબ્રુઆરી 2024માં આવો રહેશે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
ફેબ્રુઆરી 2024માં ભારતીય ટીમના કાર્યક્રમની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો 2થી 6 ફેબ્રુઆરી વિશાખાપટ્ટનમમાં  રમવાનો છે. ત્યારબાદ સિરીઝની ત્રીજી ટેસ્ટ 15થી 19 ફેબ્રુઆરી રાજકોટમાં રમાશે, જ્યારે આ મહિનાના અંતમાં ભારતીય ટીમ 23થી 27 ફેબ્રુઆરી વચ્ચે રાંચીમાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ રમશે. 

માર્ચમાં માત્ર એક ટેસ્ટ, આઈપીએલ સીઝન થઈ શકે છે શરૂ
માર્ચ 2024માં ભારતીય ટીમે માત્ર એક ટેસ્ટ મેચ રમવાની છે, જે ઈંગ્લેન્ડ સામે સિરીઝનો અંતિમ મુકાબલો હશે. બંને ટીમો વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7થી 11 માર્ચ સુધી ધર્મશાલામાં રમાશે. તો આ સિરીઝ સમાપ્ત થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન શરૂ થઈ શકે છે, જેની સંભવિત તારીખ 22 માર્ચ જણાવવામાં આવી રહી છે. આઈપીએલ બાદ ભારતીય ટીમ ટી20 વિશ્વકપમાં રમશે. જેની શરૂઆત 4 જૂનથી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news